
મુંબઇ, તા. 5 એપ્રિલ 2019, શુક્રવાર
બોલીવૂડના સફળ કલાકારો ધન- દૌલત માં આળોટી રહ્યા છે. લખલૂટ કમાણી અને ખર્ચા કરનારા અમુક અભિનેત્રીઓ પાસે તો પોતાના ખાનગી જેટ છે, અને તેઓ તેમાં જ મુસાફરી કરવાનું પસંદ કરે છે.
શિલ્પા શેટ્ટી બોલીવૂડની ફિટ એક્ટ્રેસમાં ગણના થાય છે. તેણે ઉદ્યોગપતિ રાજકુન્દ્રા સાથે લગ્ન કર્યાં છે. શિલ્પાનું પોતાનું પ્રાઈવેટ જેટ છે તે એમાં જ સફર કરવાનું પસંદ કરે છે.
માધુરી દીક્ષિતે બોલીવૂડમાં વરસો સુધી રાજ કર્યુ ં છે. જો કે તેણે શ્રી રામ નેને સાથે લગ્ન કર્યાં બાદ બોલીવૂડને તિલાંજલી આપીને અમેરિકા સ્થાયી થઈ ગઈ હતી.
જો કે ઝાકઝમાળની દુનિયામાં રહેવાને ટેવાયેલી માધુરી લાંબા સમય બાદ પતિ અને બે પુત્રો સાથે ભારત પાછી આવી ગઈ છે. હવે તદે ફરી ટચૂકડા અને મોટા પુડદે સક્રિય થઈ ગઈ છે. માધુરી પાસે પણ પોતાનું પ્રાઈવેટ જેટ છે.
સની લિઓનીનું નામ 'પોર્ન સ્ટાર' તરીકે જાણીતું છે. જો કે તે હવે બોલીવૂડમાં સ્થાયી થવાના ફાંફા મારી રહી છે. તેની પાસે અઢળક સંપત્તિની સાથે સાથે પ્રાઈવેટ જેટ પણ છે.
પ્રિયંકા ચોપરાનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું થઈ ગયું છે. તેણે અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યાં છે. કરોડોની પ્રોપર્ટી ધરાવતી પ્રિયંકા એક પ્રાઈવેટ જેટ પણ ધરાવે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D2U8R4
via Latest Gujarati News
0 Comments