
નવી દિલ્હી, તા. 12 એપ્રિલ 2019, શુક્રવાર
આર્થિક મોર્ચે સરકાર માટે માઠા સમાચાર છે. દેશનું ઔદ્યોગિક ઉત્પાદન ફેબ્રુઆરીમાં માત્ર 0.10% નોંધાયું છે. જે 20 મહિનાના સૌથી નિચલા સ્તર પર છે. જ્યારે મોંઘવારી દરમાં પણ વધારો થયો છે. સરકારી આંકડા પ્રમાણે માર્ચ મહિનામાં મોંઘવારી દર વધીને 2.86% રહ્યો. આ અગાઉ ફેબ્રુઆરી મહિનામાં મોંઘવારી દર વધીને 2.57% રહ્યો હતો.
મુખ્યપણે ખાદ્ય વસ્તુઓ અને ઇંધણના ભાવો વધવાથી મોંઘવારીમાં વધારો થયો છે. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર માર્ચ મહિનામાં ફુડ કોમોડિટી ફુગાવો વધીને 0.3% રહ્યો જે ફેબ્રુઆરીમાં 0.66% ઘટ્યો હતો. વિજળી અને ઇંધણ ક્ષેત્રમાં પણ મોંઘવારી દર વધી ગયો છે. માર્ચમાં ઇંધણનો મોંઘવારી દર વધીને 2.42% થયો, જે ફેબ્રુઆરીમાં 1.24% હતો.
મેન્યૂફેક્ચરિંગ સેક્ટરમાં સુસ્તીથી ફેબ્રુઆરી મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનની વૃદ્ધી દર 0.10% રહ્યો, ગત વર્ષે ફેબ્રુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદન સુચકઆંકનો વૃદ્ધી દર 6.90% રહ્યો હતો. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના આંકડાઓ અનુસાર નાણાંકિય વર્ષ 2018-19 પહેલા 11 મહિના દરમિયાન IIPની સરેરાશ વૃદ્ધી 4% રહ્યો. નાણાંકિય વર્ષ 2017-18ના 11 મહિનામાં આ દર 4.30% રહ્યો હતો.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VHLhLY
via Latest Gujarati News
0 Comments