મત આપજો નહી તો મારા પાપ તમને આપી દઇશ: સાક્ષી મહારાજ


નવી દિલ્હી, તા. 12 એપ્રિલ 2019, શુક્રવાર

પોતાના વિવાદિત નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહેતા ઉન્નાવના ભાજપના ઉમેદવાર સાક્ષી મહારાજે ફરીવાર પોતાના નિવેદનથી રાજનિતીમાં હલચલ મચી ગઇ છે. પોતાના મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે એક જનસભાને સંબોધિત કરતા દરમિયાન સાક્ષી મહારાજે એવું કહ્યું છે જેનાથી વિવાદ સર્જાવાની શક્યતા છે.

સાક્ષી મહારાજે મત માંગતા મતદાતાઓને કહ્યું કે, હું સંન્યાસી છું, તમારા દ્વારે ભીખ માંગવા આવ્યો છું. જો એક સંન્યાસીએ મનાઇ કરી તો તેમાં તમારું જ નુંકસાન છે. સાક્ષી મહારાજે શાસ્ત્રોનો હવાલો આપતા કહ્યું કે, આવું હું નથી કહેતો આ તો શાસ્ત્રોમાં લખેલું છે.

તેમણે વધુમાં કહ્યું કે, જો ચમે માંગનારાની ઇચ્છાપૂર્ણ નહી કરી તો તમે પાપના ભાગીદાર થાઓ છો, સાક્ષી મહારાજે કહ્યું કે, હું તમારા ગૃહસ્થ જીવનના તમામ પૂણ્ય લઇ લઇશ અને મારા પાપ તમને આપી દઇશ. 


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DackZ5
via Latest Gujarati News

Post a Comment

0 Comments