
(પીટીઆઇ) પાણા, તા.12 એપ્રિલ, 2019, શુક્રવાર
બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવીએ જણાવ્યું કે પ્રશાંત કિશોર એમના પતિ લાલુપ્રસાદને મળ્યા હતા. એમણે આરજેડી અને નિતિશકુમારના જે.ડી. (યુ) ના એકી કરણની વાત કરી હતી. અને જે નવું જૂથ રચાય એ ચૂંટણી પહેલાં પોતાના ''વડાપ્રધાન પદના, ઉમેદવાર'' જાહેર કરે, એમ પ્રશાંત કિશોરે લાલુપ્રસાદને જણાવ્યું હોવાનું રાબડી દેવીએ ઉમેર્યું હતું.
જો પ્રશાંત કિશોર આવી દરખાસ્ત સાથે લાલુને મળ્યા હોવાનો ઇન્કાર કરે તો એ હડહડતું જુઠું બોલી રહ્યા છે.
ં''હું (રાબડી દેવી) પ્રશાંત કિશોરની વાત સાંભળી ગુસ્સે થઇ ગઇ હતી. અને એમને જતા રહેવા કહ્યું હતું. કારણ કે મને બિહારના મુખ્ય પ્રધાન (નીતિશકુમાર)માં ભરોસો રહ્યો નથી, કારણ કે એમણે અમને દગો કર્યો છે, એમ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી), રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાબડી દેવીએ અત્રે એક પ્રાદેશિક ન્યુઝ ચેનલને જણાવ્યું રાબડીદેવી બિહારની વિધાન પરિષદમાં વિપક્ષી નેતાનું પદ પણ ધરાવે છે. નીતિશ કુમાર રાજદ અને કોંગ્રેસ સાથે બિહાર વિધાનસભાની ચૂંટણી ટાણે રચાયેલા ભવ્ય જોડાણમાંથી ગયા વર્ષે નીકળી ગયા હતા. તેઓ ફરીથી ભાજપના નેતૃત્વમાં એનડીએમાં જોડાઇ ગયા હતા.
કિશોરને નીતિશકુમારે મોકલ્યા હતા. એમની દરખાસ્ત મુજબ જેડી(યુ) અને આરજેડી એકમેકમાં ભળી જાય અને વડાપ્રધાનપદ માટેના ઉમેદવાર નક્કી કરે. કિશોર ધોળે દા'ડે આવ્યા હતા અને નહિ કે રાતના અંધારામાં એમ રાબડીદેવીએ ઉમેર્યું. રાબડીદેવીએ રાજદના સુપ્રીમો લાલુ યાદવ, જેલમાં રહ્યે રહ્યે પ્રશાંત કિશોર સાથે વાત કરતા હોવાના નીતિશકુમારના દાવાને ફગાવી દીધો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DaJ5oN
via Latest Gujarati News
0 Comments