વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટના નામે ચીનની શક્તિશાળી નૌસેના સર્જવાની મહાત્વાકાંક્ષા


અમેરિકી અધિકારીએ ચીનની તુલના એનાકોન્ડા સાથે કરી

(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા.12 એપ્રિલ, 2019, શુક્રવાર

વન બેલ્ટ વન રોડ ઈનિશિયેટિવ પ્રોજેક્ટના નામે ચીન દુનિયાભરમાં લશ્કરી જાળ બિછાવે છે. આ પ્રોજેક્ટના બહાને ચીન શક્તિશાળી નૌકાદળ સર્જવાની મહાત્વાકાંક્ષા સેવી રહ્યું છે. એવો અહેવાલ અમેરિકન નૌકાદળના વડાએ અમેરિકી કોંગ્રેસને ઔઆપ્યો હતો.

અમેરિકન નૌકાદળના વડા જ્હોન રિચાર્ડસન અમેરિકન કોંગ્રેસ સમક્ષને અમેરિકન નૌકાદળના સંદર્ભમાં અહેવાલ આપ્યો હતો. એ અહેવાલમાં ચીની નૌકાદળની મહાત્વાકાંક્ષા બાબતે નિર્દેશ કરવામાં આવ્યો હતો.

ચીનની સરખામણી એનાકોન્ડા સાથે કરીને અમેરિકન અધિકારીએ કહ્યું હતું કે વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટના નામે ચીન વિશ્વભરમાં નૌકાદળની શક્તિનો ફેલાવો કરવાની મેલી નીતિ ધરાવે છે.

અમેરિકન અધિકારીએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટના બહાને ચીન અલગથી નૌસેના બનાવી રહ્યું છે અને તેનો ફેલાવો એશિયા, આફ્રિકા, યુરોપ સુધી હોવાના કારણે ભવિષ્યમાં ચીન આ રસ્તાનો લશ્કરી ઉપયોગ કરી શકે છે. તેના કારણે અમેરિકા અને સાથી દેશો ઉપર ખતરો આવી શકે છે.

એનાકોન્ડા સાથે સરખામણી કરીને અમેરિકાએ ચીનની વિસ્તારવાદી નીતિના સંદર્ભમાં કહ્યું હતું કે જેમ એનાકોન્ડા શિકાર કરે છે, તેમ ચીન અત્યારે નાના દેશોને સહાય આપીને ભવિષ્યમાં સમગ્ર કબજો આ પ્રોજેક્ટ ઉપર કરી લેશે અને પછી તેનો સંરક્ષણ હેતુમાં ઉપયોગ કરશે.

આર્થિક સહાય કરીને ચીન આવા દેશો ઉપર પ્રભાવ પાથરી રહ્યું છે ને વધુ શક્તિશાળી સત્તા તરીકે પોતાની જાતને પેશ કરી રહ્યું છે. અધિકારીએ આ પ્રોજેક્ટને ચીનની આર્થિક, સૈન્ય અને સામાજિક તાકાત વધારવા માટેની વ્યૂહરચના ગણાવી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v3wuiS
via Latest Gujarati News

Post a Comment

0 Comments