આંઘ્ર પ્રદેશમાં ખામીયુક્ત EVMના કારણે મોડી રાત સુધી મતદાન કરાવવું પડયું


(પીટીઆઇ) અમરાવતી, તા.12 એપ્રિલ, 2019, શુક્રવાર

આંઘ્ર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં ગુરૂવારે ખામીયુક્ત EVMના કારણે આખા દિવસ મતદાન કરી શકાયું નહતું જેના કારણે સેંકડો લોકોને મત આપ્યા વિનાજ ઘરે જવું પડયું હતું. જો કે સત્તાવાળાઓએ અન્ય મશીનોની વ્યવસ્થા કરીને મોડી રાત સુધી મતદાન ચાલુ રાખ્યું હતું. જે લોકો નિયત સમય સાંજના છ વાગ્યા સુધી લાઇનમાં ઊભા હતા તેમને મત આપવાની મંજૂરી અપાઇ હતી.

મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ અને તેમના પુત્ર નારા લોકેશે ગેર વ્યવસ્થા સામે તાડેપલ્લી નગરમાં સત્તાવાળાઓ વિરૃધ્ધ મતદાન મથકે જ ધરણા કર્યા હતા.

ગઇ કાલે સાંજના છ વાગ્યા સુધીમાં ૨૫ લોકસભા અને ૧૭૫ વિધાનસભા ચૂંટણીમાં ૭૪ ટકા કરતાં વધુ મતદાન થયું હતું. દિવસમાં ખામીયુક્ત EVMના કારણે લોકો મતાધિકારનો ઉપયોગ કરી શક્યા નહતા. સત્તાવાળાઓએ  ખામીયુક્ત EVMને બદલીને નવા મશીનો મૂકતા લોકો એ મતદાન કર્યું હતું. નાયડુએ આક્ષેપ કર્યો હતો કે ખામીયુક્ત EVM અને વિવિપેટના કારણે લોકોને કલાકો સુધી મતદાન મથકે લાઇમાં ઊભા રહેવું પડયું હતું.

આ તબક્કે પિતા-પુત્ર સામે વાયએસઆર કોંગ્રેસના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચર કર્યા હતા.તેમણે લોકેશને 'પાછા જવા'અને મતદાનની પ્રક્રિયામાં વિઘ્ન નહીં નાખવા કહ્યું હતું. ટીડીપીના સમર્થકોએ પણ વળતો  પ્રહાર કરતાં વાતાવરણ તંગ બની ગયું હતું. ગુંતુરના પોલીસ અધિકારી વિજયા રાવે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. તેમણે લોકેશને ત્યાંથી જતાં રહેવા કહ્યું હતું.

પરંતુ લોકેશ અક્કડ રહ્યો અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી પડયો હતો. તેણે કહ્યું હતું કે હું એક મંત્રી છું અને અહીંયા રહેવાનો મારો અધિકાર છે. જો કે પોલીસે બંને પક્ષોના ટોળાને વિખેરી નાંખ્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IgU6Jw
via Latest Gujarati News

Post a Comment

0 Comments