પૈસાની હેરફેરની નવી તરકીબ પકડાઈ, કારનુ ટાયર ફાડ્યુ તો નિકળ્યા 2.40 કરોડ


નવી દિલ્હી, તા. 21 એપ્રિલ 2019, રવિવાર

દેશના દરેક રાજ્યમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નાણાની હેરફેર ના થાય તે માટે ચેકિંગ કરાઈ રહ્યુ છે. કર્ણાટકના બેંગ્લોરમાં આવકવેરા વિભાગ દ્વારા બેંગ્લોરથી શિમોગા અને ભદ્રાવતી લઈ જવામાં આવતી 2.40 કરોડની રોકડ રકમ ઝડપી પાડવામાં આવી હતી.

જોકે આ નાણાની હેરફેર કરવા માટે જે રસ્તો અપનાવાયો હતો તેણે આવકવેરા વિભાગના અધિકારીઓને પણ હેરાન કરી દીધા હતા.મળતી વિગતો પ્રમાણે આ વ્યક્તિની સ્કોરપિયો કારનુ ચેકિંગ કરવામાં આવ્યુ ત્યારે તો કશું મળ્યુ નહોતુ પણ કારના ટાયર ફાડીને જોવામાં આવ્યુ ત્યારે તેમાંથી કુલ 2.40 કરોડની રોકડ રકમ મળી હતી.આ રકમ 2000ની નોટોનો સ્વરુપમાં હતી. કારના ટાયરમાંથી નિકળથી રકમનો વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GyqvsY
via Latest Gujarati News

Post a Comment

0 Comments