
નવી દિલ્હી, તા. 21 એપ્રિલ 2019, રવિવાર
લોકસભાની વર્તમાન ચૂંટણીમાં પણ દાગી ઉમેદવારોને ટિકિટ આપવામાં મોટાભાગના રાજકીય પક્ષોને સંકોચ થયો નથી. જોકે દક્ષિણ ભારતના એક બાહુબલી ઉમેદવારની દાગી ઉમેદવારોમાં પણ અલગથી નોંધ લેવી પડે તેમ છે.કેરાલાના પત્તનમત્તિટ્ટા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર કે સુરેન્દ્રન સામે એક બે નહી પણ 242 કેસ થયેલા છે.આ પૈકીના 222 કેસ સબરીમાલા આંદોલનને લગતા છે.
ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ઉમેદવારે અખબારમાં જાહેરાત આપીને પોતાનો ગુનાઈત રેકોર્ડ લોકો સમક્ષ જાહેર કરવાનો હોય છે.ભાજપના જ એક મુખપુત્ર જન્મભૂમિમાં સુરેન્દ્રનનો ગુનાઈત રેકોર્ડ છાપવા માટે ચાર પાના ભરીને જાહેરખબર આપવી પડી છે.
જ્યારે ટીવી ચેનલ પર આ જાણકારી આપતી જાહેરખબર પૂરી એક મિનિટની છે. ભાજપના પ્રવક્તાનુ કહેવુ છે કે, સબરીમાલા મુદ્દે સુરેન્દ્રન સામે જે કેસ થયા છે તે કાનૂની દાયરામાં નથી આવતા.આ સિવાયના મોટાભાગના કેસ પણ ચૂંટણી પહેલા જ કરાયા છે.આમ સુરેન્દ્રનને આ કેસ લડવા માટે પૂરતો સમય પણ મળ્યો નથી. મહિલાઓને પ્રવેશ આપવા સામે કેરાલામાં તાજેતરમાં થયેલા સબરીમાલા આંદોલન દરમિયાન સુરેન્દ્રનને 22 દિવસમાં જેલમાં રહેવુ પડ્યુ હતુ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IKnHKM
via Latest Gujarati News
0 Comments