નવી દિલ્હી, તા. 21. એપ્રિલ 2019 રવિવાર
આઈપીએલમાં જો બોલરોમાં કોઈનો ખોફ હોય તો કોલકાતા નાઈટ રાઈડર્સના ઓલરાઉન્ડર આંદ્રે રસેલનો.ક્રિકેટના પાવરહાઉસ બની ચુકેલા આ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીની બેટિંગનો કોઈ તોડ બોલરો પાસે દેખાઈ રહ્યો નથી.વર્તમાન આઈપીએલમાં રસેલ 39 સિક્સરો ફટકારી ચુક્યો છે.
ભરપૂર તાકાત સાથે દરેક બોલને બાઉન્ડ્રીની બહાર મોકલી રહેલા રસેલનો નવો અવતાર દરેકને હેરાન કરી રહ્યો છે.કારણકે રસેલ પહેલી વખત આઈપીએલમાં નથી રમી રહ્યો.કોલકાતાની ટીમમાંથી અગાઉની આઈપીએલમાં પણ રમનાર રસેલના બેટમાંથી તે વખતે આ પ્રકારે ગગનચૂંબી છક્કા નહોતા નિકળતા.
આ વખતની આઈપીએલમાં રસેલે બેટિંગની વ્યાખ્યા જ બદલી નાંખી છે.જેની પાછળનુ રહસ્ય ખુદ રસેલે છતુ કર્યુ છે.રસેલનુ કહેવુ છે કે, ક્રિસ ગેઈલની એક સલાહના કારણે આ પરિવર્તન આવ્યુ છે.પહેલા હું હળવા બેટથી રમતો હતો.તેનાથી બોલ જોરદાર રીતે હિટ કર્યા પછી પણ દુર જતો નહોતો.
વર્લ્ડ કપ દરમિયાન ગેલે મને કહ્યુ હતુ કે, તુ ભારે બેટથી રમ.તારી પાસે બોલને હિટ કરવા માટે ભરપૂર તાકાત છે.એ પછી મેં ભારતમાં 2016માં રમાયેલા ટી 20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં 43 રનની ઈનિંગ રમી હતી.એ ટુર્નામેન્ટમાં અમે ટી 20 ચેમ્પિયન બન્યા હતા.એ પછી મારી જિંદગી જ બદલાઈ ગઈ હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Iv7LwF
via Latest Gujarati News
0 Comments