મૈનપુરી(ઉત્તર પ્રદેશ), તા,19 એપ્રિલ 2019, શુક્રવાર

દાયકાઓ જૂની દુશ્મનાવટ ભૂલી બસપા પ્રમુખ માયાવતી અને સપાના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવ ૨૪ વર્ષ પછી આજે એક સ્ટેજ જોવા મળ્યા હતાં. આ પ્રસંગે માયાવતીએ જણાવ્યું હતું કે પછાતોના સાચા નેતા વડાપ્રધાન મોદી નહીં પણ મુલાયમ સિંહ યાદવ છે.
૧૯૯૫ની સ્ટેટ ગેસ્ટ હાઉસની ઘટના પછી બસપા નેતાએ સપા સાથેના તમામ સંબધો કાપી નાખ્યા હતાં. મૈનપુરીના ક્રિશ્ચિયન કોલેજના ગ્રાઉન્ડમાં આયોજિત રેલીમાં બંને નેતાઓ હાજર રહ્યાં હતાં. આ રેલીમાં મોટી સંખ્યામાં સપાના સમર્થકો હાજર રહ્યાં હતાં.
આ રેલીમાં મુલાયમે જણાવ્યું હતું કે હું અને માયાવતી ઘણા લાંબા સમય પછી એક સ્ટેજ પર આવ્યા છે. અમે બસપા પ્રમુખ માયાવતીનું સ્વાગત કરીએ છીએ અને તેમનો આભાર માનીએ છીએ.
બીજી તરફ માયાવતીએ પોતાના ભાષણમાં સપા સાથે હાથ મિલાવવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો. આ નિર્ણયના સમર્થનમાં માયાવતીએ જણાવ્યું હતું કે કેટલીક વખત પક્ષ અને પ્રજાના હિતમાં કેટલાક મુશ્કેલ નિર્ણયો લેવા પડે છે.
માયવતીએ જણાવ્યું હતું કે મને ખબર છે કે લોકોને આશ્ચર્ય થતું હશે કે ૧૯૯૫ની સ્ટેટ ગેસ્ટ હાઉસની ઘટના પછી પણ હું મુલાયમ સિંહ માટે પ્રચાર કરી રહીશું? આ નિર્ણય અંગે હું એટલું જ કહીશ કે કેટલીક વખત પક્ષ અને પ્રજાના હિતમાં કેટલાક મુશ્કેલ નિર્ણયો લેવા પડે છે.
એમા કોઇ શંકા નથી કે મુલાયમ સિંહે સપાના બેનર હેઠળ સમાજના તમામ સમુદાયના લોકોને પોતાની સાથે રાખ્યા છે. તે સાચા નેતા છે. પછાત લોકો આજે પણ તેમને પોતાના નેતા ગણે છે. તેઓ નરેન્દ્ર મોદી જેવા નકલી પછાત નેતા નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pj40eg
via Latest Gujarati News
0 Comments