ગુજરાતની 26 સીટો સહિત 117 સીટો માટેનો પ્રચાર પડઘમ શાંત


નવી દિલ્હી, તા. 21 એપ્રિલ 2019, રવિવાર

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે થવાનું છે. ગુજરાતની 26 સીટો સહિત 117 સીટો પર ત્રીજ તબક્કામાં મતદાન થશે. ત્રીજા તબક્કામાં ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઓડિશા, અસમ અને ગોવાની કુલ 117 સીટો પર મતદાન થશે. જેના માટેનો ચૂંટણી પ્રચાર આજે સાંજે શાંત થયો છે. ત્રીજા તબક્કામાં 249 ઉમેદવારો મેદાને છે.

ગુજરાતની 26 સીટો માટેનો પ્રચાર આજે શાંત થયો. આગામી 23 ને મંગળવારે ગુજરાતની તમામ 26 બેઠકો પર મતદાન થશે. આજે પ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટણ ખાતે જનસભા સંબોધી, જ્યારે અમિત શાહે ગાંધીનગરમાં રોડ શો કર્યો. આ સિવાય ત્રીજા તબક્કાના મતદાનના પ્રચાર માટે કોંગ્રેસે પણ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ULgUYp
via Latest Gujarati News

Post a Comment

0 Comments