
નવી દિલ્હી, તા. 21 એપ્રિલ 2019, રવિવાર
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતી પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું છે કે, કોંગ્રેસ ખૂબ સારુ પ્રદર્શન કરશે પરંતુ પોતાના દમ પર બહૂમતિ મળતી દેખાઇ રહી નથી. તેથી દિલ્હીમાં નવી સરકાર માટે ગઠબંધન જરૂરી છે. તેમણે તેમ પણ કહ્યું કે, ભાજપ શાસનમાં આવવામાં સફળ નહી થાય કારણ કે તેને પુરતી સીટો નહી મળે અને ના તો તેની સાથે કોઇ ગઠબંધન કરવા જશે.
કમલનાથ કહ્યું કે, બેશક અમે ખૂબ સારું કરવા જઇ રહ્યાં છીએ પરંતુ અમે પોતે બહૂમતીના આંકડે પહોંચીતા જોઇ રહ્યાં નથી અને ચૂંટણીબાદ ગઠબંધન થશે અને ચૂંટણી બાદનું આ ગઠબંધનમાં ઘણાં પ્રકારનું મિશ્રણ હશે. તેમણે કહ્યું કે, હાલ બે પ્રકારનો માહોલ છે. એક ભાજપ વિરોધી અને બીજો ભાજપ સમર્થક. ભાજપ સમર્થકોની સંખ્ય ખુબ ઓછી છે અને તમે જોઇ રહ્યાં છો કે સમગ્ર પરિદ્રશ્ય ભાજપ વિરોધી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VYQm2k
via Latest Gujarati News
0 Comments