નવી દિલ્હી, તા. 07 એપ્રિલ 2019, રવિવાર
સામાન્ય ચૂંટણી 2019ના માહૌલ વચ્ચે ઇન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. ગત મોડી રાત્રે 3 કલાકે દેશના ત્રણ રાજ્યોના 50 સ્થળોએ દરોડા પાડ્યા જેમાં ઇન્કમ ટેક્સ વિભાગના કુલ 300 અધિકારીઓ જોડાયેલા છે. જેમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના OSD આવાસમાં પણ દરોડા પડ્યા છે. જેમાં 15 અધિકારીઓ જોડાયેલા છે.
કમલનાથના OSD પ્રવિણ કક્કડના વિજયનગર સ્થિત નિવાસ સ્થાને ગત મોડી રાત્રે 3 વાગ્યે ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા. કક્કડ પર આવકથી વધારે સંપત્તિનો મામલો બતાવવામાં આવી રહ્યો છે. કક્કડના ઇન્દૌરના ચાર અને ભોપાલના એક સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે અને તેના દિલ્હીના સ્થળોમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.
ઇનકમ ટેક્સ વિભાગના સુત્રો અનુસાર વિભાગના 300 અધિકારીઓની ટીમ દેશભરના 50 સ્થળોએ દરોડા પાડ્યા. જેમાં ભોપાલ, ઇંદૌર, ગોવા અને દિલ્હીના 35 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. ભોપાલના પ્રતિક જોષીને ત્યાં મોટી માત્રામાં રોકડ મળી આવી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UliaBm
via Latest Gujarati News
0 Comments