અહીં ગર્ભવતી મહિલાઓ કરે છે એવા કામ જેને જાણી તમે પણ થઈ જશો હેરાન


નવી દિલ્હી, 30 મે 2019, ગુરુવાર

ઓસ્ટ્રેલિયામાં નાની ઉંમરમાં યુવતીઓ માતા બને છે. જો કે આ વાત કરતાં વધારે આશ્ચર્યજનક બાબત એ છે કે અહીં યુવતીઓ માને છે કે જો બાળકનું વજન ઓછું હશે તો તેમને બાળકને જન્મ આપવામાં ઓછી તકલીફ થશે. આ કારણે જ્યારે તેમના પેટમાં બાળક હોય છે ત્યારે તેઓ સિગરેટ પીવાનો આગ્રહ રાખે છે જેથી બાળકનું વજન ઓછુ જ રહે અને તેમને ડિલિવરી સમયે ઓછી તકલીફ થાય. જો કે આમ કરવાથી ગર્ભસ્થ બાળક પર ગંભીર અસરો થાય છે. 

- સિગરેટ પીવાથી બાળકને જન્મથી અસ્થમાની તકલીફ થઈ શકે છે. જો કે ઓસ્ટ્રેલિયામાં સિગરેટના પેકેટ પર આ વોર્નિંગ લખેલી હોય છે. પરંતુ અહીં મહિલાઓ જાણે છે કે સિગરેટ પીવાથી બાળકનું વજન ઓછું રહે છે.

- એક રીસર્ચ અનુસાર જે યુવતીઓ ગર્ભવતી થયા પહેલાથી સિગરેટ પીતી હોય છે તેઓ ગર્ભાવસ્થામાં સિગરેટ પીવાનું પ્રમાણ વધારે છે. 

- અહીં સ્મોક કરી બાળકનું વજન ઘટાડનાર મોટા ભાગે 17 વર્ષ સુધીની ટીનેજર્સ હોય છે. 

-અન્ય એક રીસર્ચ અનુસાર 30 વર્ષછી વધારે ઉંમરની મહિલાઓમાં આ પ્રમાણ 10 ટકા છે. 

- 25 વર્ષથી ઓછી ઉંમરની 37 ટકા મહિલાઓ ગર્ભાવસ્થામાં સ્મોક કરે છે. 

- સામાન્ય રીતે પ્રસવ પીડાને દૂર કરવા માટે યુવતીઓ સિગરેટ પીવાનો આગ્રહ રાખે છે.  

 





from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QxBLJn
via Latest Gujarati News

Post a Comment

0 Comments