
ભોપાલ, તા.12 એપ્રિલ, 2019, શુક્રવાર
૩૦૦૦ કરોડ રૂપિયાના ઇ-ટેન્ડરિંગ કૌભાંડમાં ગઇકાલે એફઆઇઆર દાખલ કરવામાં આવ્યા પછી આજે ઓસ્મો આઇટી સોલ્યુશનના ત્રણ અધિકારીઓની આજે ધરપકડ કરવામાં આવી હતી. ઇકોનોમિક ઓફેન્સ વિંગ(ઇઓડબ્લ્યુ)ના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (ભોપાલ) અરૃણ મિશ્રાએ જણાવ્યું હતું કે પોલીસે કંપનીના ડાયરેક્ટરો વિનય ચૌધરી અને વરુણ ચતુર્વેદી તથા કંપનીના માર્કેટિંગ હેડ સુનિલ ગોલવાલ્કરની ધરપકડ કરી છે.
મિશ્રાએ જણાવ્યું છે કે કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે જણાવ્યું છે કે ઓસ્મો ઓફિસમાં ઇ-ટેન્ડરિંગમાં ચેડા કરવામાં આવ્યા હતાં. મિશ્રાએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા ત્રણેય લોકો અમારી કસ્ટડીમાં છે અને અમે તેની પૂછપરછ કરી રહ્યાં છીએ. અમે હાર્ડ ડિસ્ક પણ જપ્ત કરી લીધી છે અને કંપનીની વધુ તપાસ કરી રહ્યાં છીએ.
આ ત્રણેય લોકોની કંપની પર આરોપ છે કે તેણે બોલી શરૃ થાય તે પહેલા ઇ-ટેન્ડરની વિગતો જાણી લેવા માટે ઇ-પ્રોક્યુરમેન્ટ પોર્ટલ હેક કરી લીધું હતું અને બોલીમાં પોેતાને અનુકુળ હોય તેવા ફેરફાર કર્યા હતાં.
આર્થિક અપરાધ શાખાના અધિકારીઓના જણાવ્યા અનુસાર ૨૦૧૬માં પોર્ટલ ધીમું ચાલતુ હોવા બદલ ઓસ્મો આઇટી સોલ્યુશનનને ઇ-પ્રોક્યુરમેન્ટ પોર્ટલના ટેસ્ટિંગનું કાર્ય સોંપવામાં આવ્યું હતું.
આ માટે ૨૦૧૬ની મધ્યમાં ડેમો ડિપાર્ટમેન્ટની રચના કરવામાં આવી હતી. વિભાગના અધિકારીઓ અને બિડર્સને તાલીમ અને પ્રેક્ટિસ આપવાના હેતુથી આ વિભાગની રચના કરવામાં આવી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZbPABp
via Latest Gujarati News
0 Comments