મજબુત ચોકીદારને કારણે આજે દેશમાં આતંકી હુમલા નથી થતા : મોદી


ઓમર અબ્દુલ્લા બે વડા પ્રધાન પદની માગ કરી રહ્યા છે તે મુદ્દે શરદ પવાર ચુપ કેમ ? : મોદીનો ટોણો 

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસનુ ગઠબંધન ૨૦ ટકા કમિશન સરકાર : મોદી

નવી દિલ્હી, તા.12 એપ્રિલ, 2019, શુક્રવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના અહેમદનગરમાં લોકસભાની ચૂંટણી રેલીને સંબોધી હતી, જે દરમિયાન તેમણે રેલીમાં હાજર લોકોને પૂછ્યું હતું કે તેમને ઇમાનદાર ચોકીદારની જરુર છે કે ભ્રષ્ટાચારી નામદારની?. મોદીએ પોતાને ઇમાનદાર ચોકીદાર ગણાવ્યા હતા જ્યારે નામ લીધા વગર રાહુલ ગાંધીને ભ્રષ્ટાચારી નામદાર ગણાવ્યા હતા.

રાહુલ પોતાની રેલીમાં ચોકીદાર ચોર હૈના નારા લગાવે છે જ્યારે મોદી રાહુલને નામદાર ગણાવે છે. તેથી આ બન્નેને ટાંકીને વડા પ્રધાન મોદીએ મહારાષ્ટ્રની ચૂંટણી રેલીમાં આ પ્રહારો કર્યા હતા. 

મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં જનતાએ જોયુ કે વર્તમાન સરકાર ઘણી જ મજબુત છે. જ્યારે અગાઉની યુપીએ સરકારમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હતો તે જનતા જાણે છે. સાથે મોદીએ દાવો કર્યો હતો કે યુપીએ સરકારના શાસનમાં બોમ્બ ફૂટતા હતા જેમાં ખેડૂતો, વ્યાપારીઓ, મધ્યમવર્ગને ભારે નુકસાન પહોંચ્યું હતું. ટ્રેનો, બસ, બસ સ્ટેશનો પર વિસ્ફોટ થતા હતા જ્યારે હવે આવા કોઇ બ્લાસ્ટ નથી થતા. મોદીએ દાવો કર્યો હતો કે હવે દેશ સુરક્ષીત છે કેમ કે હવે ચોકીદાર દેશની સુરક્ષા કરી રહ્યો છે. અને આતંકીઓના મનમાં એક ડર પેદા કરવામાં આપણે સફળ રહ્યા છીએ. 

મોદીએ જણાવ્યું હતું કે હવે મને કોંગ્રેસ પાસેથી કોઇ જ અપેક્ષા નથી કેમ કે કોંગ્રેસે જનતાના હિતમાં વિચારવાનું જ બંધ કરી દીધુ છે. ફરી સત્તામાં આવ્યા બાદ એક અલગથી વોટર મેનેજમેન્ટ મંત્રાલય સ્થાપવામાં આવશે કે જે પાણીની સમસ્યાઓ પર કામ કરશે. મોદીએ સાથે કોંગ્રેસ અને એનસીપી પર પણ કેટલાક આરોપો લગાવ્યા હતા. એનસીપીના નેતા શરદ પવારને મોદીએ સવાલ કર્યો હતો કે પવાર અન્યો પર સવાલો ઉઠાવે છે પણ કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા અલગ વડા પ્રધાન પદની માગણી કરી રહ્યા છે તેને લઇને કેમ ચુપ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UfXaHg
via Latest Gujarati News

Post a Comment

0 Comments