(પીટીઆઇ) લંડન, તા.11 એપ્રિલ, 2019, ગુરૂવાર
૨૮ સભ્યોના આર્થિક બ્લોક યુરોપિયન સંઘના સભ્યોએ કલાકા સુધી માથાપચ્ચી કર્યા પછી બ્રિટનને બ્રેક્ઝિટમાંથી બહાર નીકળવા માટે વધુ છ મહિનાનો સમય આપ્યો હતો જે એટલું ઓછું નથી જેટલી અપેક્ષા બ્રિટનના વડા પ્રધાન થેરેસા મે એ રાખી હતી (૩૦ જૂન)કે એટલું લાંબુ પણ નથી કે યુરોપીયન સંઘના કેટલાક નેતાઓ જેની તરફેણમાં હતા.બ્રેકટેન્શન તરીકે ગણાયેલા નવા એક્સટેન્શનની તારીખ જોગાનુજોગ હેલોવીનની આસપાસ છે જ્યારે ભયભીત બનાવવાની મોસમ હોય છે.
પહેલી વખતે ૨૯ માર્ચના રોજ બ્રિટન સંઘમાંથી નીકળી જશે એવું સત્તાવાર કહેવાયા પછી ફરી વખત તેને ૧૨ એપ્રિલ સુધી લંબાવાવમાં આવ્યો હતો.'વિડ્રોઅલ એગ્રીમેન્ટને બહાલી મળે ત્યારે જ એક્ટેન્શનને સમાપ્ત માનવા ઇયુએ માનેલું. મારા સાથીઓને પણ મારી આ પેહલી વિનંતી હતી'એમ યુરોપીયન પરિષદ શિખર મંત્રણાના અંતે ગુરૃવારે વહેલી સવારે બ્રિટનના વડા પ્રધાન થેરેસા મે એ કહ્યું હતું.
'હું જાણું છું કે અનેક લોકો માટે આ એક મોટી હતાશા છે કે મારે ફરીવાર એક્સટેન્શન માટે વિનંતી કરવી પડી હતી.
બ્રિટને અત્યાર સુધી તો સંઘમાંથી નીકળી જવું જોઇતું હતું અને હું ઇમાનદારીથી કહું છું કે આ કરારને માની જવા સાંસદોને હું આ બાબત સમજાવી શકી નહતી. જો આવું થયું હોત તો બ્રિટન સરળતાથી સંઘમાંથી નીકળી શક્યું હોત. પરંતુ હવે આપણને જે પસંદ કરવાનું છે તે ખૂબ જ ઉજ્જડ છે અને સમયની મર્યાદા એકદમ સ્પષ્ટ છે.
બ્રસેલ્સમાં શું બન્યું તેની માહિતી હાઉસ ઓફ કોમન્સમાં સાંસદોને વિધિસર આપનાર બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે ખૂબ જ તેમના જ પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો તરફથી ડાઉનિંગ સ્ટ્રીટ છોડી દેવાના દબાણનો સામનો કરી રહ્યા છે અને બ્રેક્ઝિટ માટે નવી રણનીતી ઘડવા કોઇ અલગ જ ટોરી નેતાને નિમવાનો પણ ભાર સહન કરી રહ્યા છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2G8lG8b
via Latest Gujarati News
0 Comments