પાક, સાથેની સરહદના છેલ્લા ગામ જોરાફાર્મના લોકોઅે ભારે જુસ્સાથી કરેલુ મતદાન


(પીટીઆઇ) જોરાફાર્મ(જમ્મુ-કાશ્મીર), તા. ૧૧

સરહદ પારથી થતા ગોળીબાર અને મોર્ટારમારામાં પોતાના મકાનો અને સ્વજનો ગુમાવી ચૂકેલા  લોકોનો સંસદીય લોકશાહી પરનો વિશ્વાસ ઘટયો નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ચૂંટણી પછી  શાંતિ અને સારુ ભવિષ્ય જોવા મળે. 

ભારત-પાકિસ્તાન સરહદના છેલ્લા ગામ જોરાફાર્મમાં ૪૦૦થી વધુ મતદારો છે. આ ગામ જમ્મુ લોકસભા બેઠકમાં આવે છે અને આજે અહીં લોકસભાની પ્રથમ તબક્કાની ચૂંટણઈ હેઠળ મતદાન યોજાયું હતું. 

મતદાન કર્યા પછી સ્થાનિક નિવાસી ૩૫ વર્ષીય મોહંમજદ શફીએ જણાવ્યું હતું કે અમે શાંતિ અને વિકાસ માટે મતદાન કર્યુ છે. 

ઉલ્લેખનીય છે કે પાકિસાન વારંવાર શસ્ત્રવિરામ ભંગ કરી સરહદે આવેલા ગામોને નિશાન બનાવે છે. શફીએ વધુમાં જણાવ્યું હતું કે અમારા ગામની સ્થિતિ જુઓ. પીવાના પાણીનો પુરવઠો, યોગ્ય રસ્તાઓ ન હોવાથી અમારી મુશ્કેલીઓ વધી છે.  




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Uee8G2
via Latest Gujarati News

Post a Comment

0 Comments