(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૧
એલ્યુમિનિયમ ફોઇલ બનાવતી કંપનીના ૧૪૦૦ કરોડ રૃપિયાના લોન ડિફોલ્ટ કેસમાં સીબીઆઇએ મુંબઇમાં છ સ્થળોએ દરોડા પાડયા હતાં.
અધિકારીઓના જણાવ્યા અનુસાર સીબીઆઇએ પારેખ એલ્યુમિનેક્સ નામની કંપની સામે છ અલગ અલગ કેસ દાખલ કર્યા હતાં. આ લોન વર્ષ ૨૦૦૪થી ૨૦૧૨ દરમિયાન ઇન્ડિયન ઓવરસીઝ બેંક, મુંબઇ સહિતની ૯ બેંકો પાસેથી લેવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર કંપનીએ આ લોન નકલી દસ્તાવેજો અને નકલી બેલેન્સ શીટને આધારે મેળવી હતી.
અંતે આ લોનને એનપીએ જાહેર કરવામાં આવી હતી. જેના કારણે ૯ બેંકોને કુલ ૧૪૪૬ કરોડ રૃપિયાનું નુકસાન થયું હતું.
તપાસમાં જાણવા મળ્યું હતું કે કંપનીએ લોનની મોટા ભાગની રકમનો ઉપયોગ શેલ કંપનીઓને ચૂકવણી કરવામાં બતાવ્યો હતો.
કંપનીએ મુંબઇ સ્થિત કમલેશ કાનુન્ગો ગુ્રપ, કિર્તી કેડિયા ગુ્રપ અને જે કે શાહ ગુ્રપને ચૂકવણી કરી હોવાનું દર્શાવ્યું હતું.
આ સંદર્ભમાં પ્રથમ કેસ ૨૦૧૭માં નોંધવામાં આવ્યો હતોે. આ કેસના આધારે જ ત્રણ કંપનીઓ અને તેના પ્રમોટરોના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતાં.
અધિકારીઓના જણાવ્યા અનુસાર કાનુન્ગો ગુ્રપને ૪૬૮ કરોડ, કિર્તી કેડિયાને ૫૧૩ કરોડ અને જે કે શાહને ૧૧૦ કરોડ રૃપિયા ચુકવવામાં આવ્યા હતાં.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z7qVgX
via Latest Gujarati News
0 Comments