
ટુક્સટુઆ, મેક્સિકો, તા.13 એપ્રિલ, 2019, શનિવાર
અમેરિકા જવા માટે લોકો કેવા કેવા તોફાનો કરે છે તેનો દાખલો મેક્સિકો-ગ્વોટેમાલાની સરહદે જોવા મળ્યો હતો. દેશના ઇમિગ્રેશન વિભાગે કહ્યું હતું કે આશરે ૩૫૦ જણાનું એક ટોળું આક્રમક બનીને મેક્સિકોમાં ઘુસી આવ્યું હતું.
ગ્વાટેમાલા તરફથી આવેલા ૨૫૦૦ લોકોના કાફલાના તેઓ એક ભાગ હતા.મેક્સિકોની નેશનલ માઇગ્રેશન સંસ્થાએ કહ્યું હતું કે કાફલાના કેટલાક લોકોએ મેટાપા ડી ડોમિગ્ગુઝ શહેરમાં પોલીસ પર હુમલો કર્યો હતો.
આ સમાચાર જરૃર અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ માટે માઠા સમાચાર છે જેઓ ઘુસણખોરોને પાછા ખસેડવા પ્રયાસો કરે છે અને મેક્સિકોની સરહદે દિવાલ ઊભી કરવાનો પ્રયાસ કરે છે.'આજે ગેવાટેમાલાના આશરે ૩૫૦ લોકોનું એક ટોળું ખૂબ જ આક્રમક રીતે મેક્સિકોની સરહદે ઘુસી આવ્યું હતું.અત્યંત આક્રમક બનીને ઘુસણખોરોએ સરહદપરના દરવાજાને તોડી નાંખી મેક્સિકોમાં પ્રવેશ કર્યો હતો'એમ ઇન્સ્ટીટયુટે કહ્યું હતું.
આ કાફલો બુધવારે હોન્ડુરસના સેન પેડ્રો સુલાથી નીકળ્યું હતું અને રસ્તામાં તેમણે ગ્વાટેમાલિયન અને નિકારાગુઅન્સને પણ સાથે લઇ લીધા હતા. આ ઘુસણખોરો તેમના દેશની હિંસા અને ગરીબીથી પીછો છોડાવવા ભાગી આવ્યા હતા.'અમે હોન્ડુરાસમાં હવે વધુ સમય રહી શકીએ નહીં.
અમે અમેરિકા જવા માટે સરહદ તરફ આગળ વધી રહ્યા છીએ'એમ હોન્ડુરાસના એક યુવાને કહ્યું હતું. અમેરિકા-મેક્સિકોની સરહદને પાર કરવાની લ્હાયમાં ગુન્ડા ટોળકીઓનો ભાગ બને છે અને ઘણી વખત તો તેઓ લુટાઇ જાય છે, તેમનું અપહરણ કરવામાં આવે છે તો કેટલીક વખતે તેમની હત્યા પણ કરી નાંખવામાં આવે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pd07aQ
via Latest Gujarati News
0 Comments