
(પીટીઆઈ) ન્યૂયોર્ક, તા.13 એપ્રિલ, 2019, શનિવાર
અમેરિકામાં ભારતીય મૂળના એક વ્યક્તિને સગીરાનું યૌન શોષણ કરવાના તથા ચાઈલ્ડ પોનોગ્રાફીના આરોપસર આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કેલિફોર્નિયામાં રહેતા ૪૧ વર્ષીય દીપક દેશપાંડે નામના આરોપીએ ગત વર્ષે પોતાનો ગુનો કબૂલ્યો હતો.
અમેરિકામાં ભારતીય મૂળના એક વ્યક્તિને સગીરાના યૌન શોષણના આરોપસર આજીવન કેદ અને ચાઈલ્ડ પોર્નોગ્રાફીના આરોપસર ૩૦ વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. આ કેસના આરોપી એવા કેલિફોર્નિયાના રહેવાસી ૪૧ વર્ષીય દીપક દેશપાંડેએ ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં પોતાનો ગુનો સ્વીકાર્યો હતો.
અમેરિકાના જિલ્લા ન્યાયાધીશ કાર્લોસ મેંડોજાએ ગુરુવારે આરોપીને સજા સંભળાવી હતી. સુનાવણી દરમિયાન ઉપસ્થિત સાક્ષીઓ અને અદાલતી દસ્તાવેજો મુજબ દીપક ૨૦૧૭ની સાલમાં ઓનલાઈન ચેટના માધ્યમથી સગીરાના સંપર્કમાં આવ્યો હતો. તે સમયે તેણે સગીરાને પોતે મોડેલિંગ એજન્ટ છે તેવી ઓળખ આપી હતી અને તેની નગ્ન તસવીરો માંગી હતી.
થોડા સમય બાદ દીપકે બે અલગ-અલગ આઈડીની મદદથી તે સગીરાનો સંપર્ક સાધ્યો હતો અને જો તે ચાઈલ્ડ પોર્નોગ્રાફીમાં મદદ નહીં કરે તો તેની નગ્ન તસવીરો સાર્વજનિક કરી દેશે તેવી ધમકી આપી હતી.
સપ્ટેમ્બર ૨૦૧૭માં દીપક તે સગીરાને મળવા માટે પ્રથમ વખત ફ્લોરિડાના ઓરલૈંડો ગયો હતો. ત્યાંની એક સ્થાનિક હોટેલમાં તેણે સગીરાનું યૌન શોષણ કર્યું હતું અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. ત્યાર બાદ સપ્ટેમ્બર ૨૦૧૭થી એપ્રિલ ૨૦૧૮ સુધીમાં તે ચાર વખત ઓરલૈંડો ગયો હતો અને સગીરાનું યૌન શોષણ કરીને વધારે વીડિયો તૈયાર કર્યા હતા.
૨૦૧૮ના મે મહિનામાં એફબીઆઈને આ અંગે એક ગુપ્ત માહિતી મળી હતી અને તેમણે દીપક વિરુદ્ધ તપાસ આરંભી હતી. એફબીઆઈના એક અંડર કવર એજન્ટે સગીરા તરીકે દીપકનો સંપર્ક સાધ્યો હતો અને દીપક તેને મળવા માટે ઓરલૈંડો પહોંચ્યો ત્યારે ઓરલૈંડોના આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2P5WjYG
via Latest Gujarati News
0 Comments