
શ્રીનગર, તા. 08 એપ્રિલ 2019, સોમવાર
લોકસભા ચૂંટણીના પ્રચારમાં લાગેલા નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ ભાજપના મેનિફેસ્ટો પર તીખી પ્રતિક્રિયા આપી છે. અબ્દુલ્લાએ કહ્યું કે, ભાજપ પોતાના સંકલ્પ પત્રમાં જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાની વાત કરી છે, તેઓ 370 હટાવશે તો પછી વિલય કંઇ બાજુ થશે?
અબ્દુલ્લાએ કહ્યું કે, તેઓ સમજે છે કે બહારથી લાવશે અહીં વસાવશે અને અમારા નંબર કરી દેશે. આપણે શું સુતા રહીશું? આપણે તેનો મુકાબલો કરીશું ઇન્શાઅલ્લાહ. અમે તેના વિરુદ્ધ ઊભા થઇએ. 370ને ખતમ કરવાનું કહો છો, અરે ખતમ કરશો તો વિલય ક્યાં થશે.
તેમણે વધુમાં કહ્યું, તેઓ કલમ 370 ખતમ કરશે, અમે પણ જોઇએ છીએ, હું પણ જોઉં છું કે કોણ તેનો ઝંડો ઊભો કરવા અહીં હશે. તેવું ના કરો જેનાથી તમે અમારા દિલોને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vr6wkS
via Latest Gujarati News
0 Comments