નવી દિલ્હી, તા. 08 એપ્રિલ 2019, સોમવાર
કંગાળીની હાલતમાં પહોંચેલી પાકિસ્તાન સરકારની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઇ રહી ત્યારે વર્લ્ડ બેંકે પાકિસ્તાનના અર્થતંત્રને લઇને જણાવ્યું છે કે, પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની સ્થિતી હજી વધુ બગડશે. નાણાંકિય વર્ષ 2019-20 દરમિયાન પાકિસ્તાનની GDP ગ્રોથ ઘટીને 2.7% થઇ જશે. તેમજ નાણાંકિય વર્ષ 2020માં મોંઘવારી દર વધીને 13% સુધી પહોંચી શકે છે.
નોંધનિય છે કે, વર્ષ 2017-18માં પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં 5.8%નો વધારો થયો હતો જે છેલ્લા 11 વર્ષનો સૌથી ઉંચો દર હતો. વર્લ્ડ બેંક મુજબ આ બાદ બે વર્ષોમાં પાકિસ્તાની અર્થવ્યવસ્થામાં ઘટાડો થશે. વર્લ્ડ બેંકની સાઉથ એશિયા ઇકોનોમિક ફોકસ રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.
વર્લ્ડ બેંકે ચેતવ્યા છે કે, નાણાંકિય વર્ષ 2019માં પાકિસ્તાનમાં મોંઘવારી દર સરેરાશ 7.1% અને નાણાંકિય વર્ષ 2020માં વધીને 13.5% સુધી પહોંચી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સમગ્ર દક્ષિણ એશિયામાં છેલ્લા બે વર્ષમાં નિકાસની તુલનામાં આયાત વધારે થઇ છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VwSYUT
via Latest Gujarati News
0 Comments