
નવી દિલ્હી, તા. 08 એપ્રિલ 2019, સોમવાર
વાઇસ એડમિરલ વિમલ વર્માએ વાઇલ એડમિરલ કરમબીર સિંહને આગામી નૌસેના પ્રમુખ બનાવવાના નિર્ણયને આર્મ્ડ ફોર્સ ટ્રીબ્યૂનલમાં પડકાર્યો છે. વાઇસ એડમિરલ બિમલ વર્માએ કહ્યું કે, તેઓ કરમબીર સિંહથી સિનિયર છે. પરંતુ તેમને પ્રાથમિકતા આપવાની જગ્યાએ વાઇસ એડમિરલ કરમબીર સિંહને નૌસેનાના આગલા પ્રમુખ નિયુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
હાલના નૌસેના પ્રમુખ એડમિરલ સુનિલ લાંબા મે મહિનાના અંતમાં નિવૃત્ત થવાના છે. માનવામાં આવી રહ્યું છે કે સરકારે મેરિટના આધારે તેમની પસંદગી કરી છે. પદની નિયુક્તિ માટે સિનિયોરિટીની પરંપરા અપનાવવામાં આવી નથી. અંદામાન-નિકોબાર કમાંડના ચીફ વાઇસ એડમિરલ બિમલ વર્મા આ પદના દાવેદાર હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UI8XSZ
via Latest Gujarati News
0 Comments