જાતે બનાવો રેડીમેટ દાળને ટક્કર મારે એવી મગદાળ

બદલાતી લાઈફ સ્ટાઈલમાં આપણે ઘરનું ઓછું અને બહારનું વધારે જમવા લાગ્યાં છીએ. આવામાં આપણે બહારનું ખાવાનું સદંતર ભલે બંધ ના કરી શકીએ પણ એમાની કેટલીક વાનગીઓ ઘરે બનાવવાનું શીખીને પૈસાની બચત સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી શકીએ છીએ. એવી ઘણી વાનગીઓ ઠછે જેને બનાવવાનો આપણે કદી ટ્રાય નથી કરતા એટલે આપણને એ અઘરી લાગે છે પરંતુ હકીકતમાં એ બહુ ઇઝી હોય છે. આવો જ એક પદાર્થ છે મગની દાળ. આબાલવૃદ્ધ દરેકને તેનો સ્વાદ ગમે છે. આજે આપણે બજારને ટક્કર મારે એવી મગ દાળ ઘરે બનાવવાની રીત શીખીશું.


સામગ્રી -

મગની મોગર દાળ - 01 કપ

ચાટ મસાલો - સ્વાદ પ્રમાણે

તેલ- તળવા માટે

મીઠું - સ્વાદાનુસાર

રીત- સૌપ્રથમ દાળને સાફ કરીને બ-ત્રણ પાણીથી ધોઈ લો. એ પછી દાળ ડૂબે એટલું પાણી ઉમેરીને આખી રાત દાળ પલળવા દો. સવારે પલળેલી દાળને ફરી એકવાર ધોઈને તેમાનું બધુ પાણી નીતારી લો. એ પછી સુતરાઉ કપડા પર દાળને પહોળી કરીને પંખા નીચે એક કલાક સુકાવા દો. ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તળવા માટેના સ્ટીલના ઝારામાં દાળ લઇને ગરમ તેલમાં ઝારો તેલમાં મુકો. ચમચીથી હલાવતાં રહો. દાળ ગોલ્ડન કલરની થાય એટલે એને બહાર કાઢીને ટીશ્યૂ પેપર પર પહોળી કરો. તમારી મગદાળ તૈયાર છે.  તેમાં સ્વાદાનુસાર મીઠું અને ચાટ મસાલો છાંટીને એર ટાઈટ કન્ટેનર ભરી રાખો. આ દાળ બાળકોને નાશ્તામાં આપી શકાય. 



from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WQLWKZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments