આર્ટિકલ 370 પર મહેબૂબા મુફ્તીએ ભારતને આપી ચેતવણી


નવી દિલ્હી, તા. 08 એપ્રિલ 2019, સોમવાર

જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ અનુચ્છેદ 370ને હટાવવાના ભાજપના વચન પર ભારતને ચેતવણી આપી છે. મહેબૂબાએ કહ્યું કે, અનુચ્છેદ 370 પર જો હિંદુસ્તાનના લોકો નહી સમજે તો તે મિટાઇ જશે અને ઇતિહાસમાં તેનો ઉલ્લેખ પણ નહી હોય.

મહેબૂબા મુફ્તીએ ભાજપના સંકલ્પ પત્ર પર જણાવ્યું કે, અનુચ્છેદ 370 પર કોર્ટમાં સમય શા માટે બર્બાદ કરીએ. ભાજપ અનુચ્છેદ 370 ખતમ કરે, આપણે તેની રાહ જોવી જોઇએ. આ અનુચ્છેદને ખતમ થવાથી અમારી પર ચૂંટણી લડવા પર રોક લાગી જશે કારણ કે ત્યારે ભારતીય બંધારણ જમ્મુ કાશ્મીર પર લાગૂ નહી થશે. મુફ્તી શાયરીના અંદાજમાં કહ્યું કે, 'ના સમજોંગે તો મિટ જાઓગે, યે હિંદુસ્તાંવાલો. તમ્હારી દાસ્તાં તક ભી ની હોગી દાસ્તાનો મેં'

નોંધનીય છે કે, ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં કહ્યું છે કે, તેઓ અનુચ્છેદ 35A ખતમ કરવા માટે પ્રતિબદ્ઘ છે. આ સિવાય ભાજપના અનુચ્છેદ 370ને પણ સમાપ્ત કરવાની વાત કરવામાં આવી છે અને તેના પર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ આ પ્રતિક્રિયા આપી છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D6wHGy
via Latest Gujarati News

Post a Comment

0 Comments