
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.8 એપ્રિલ, 2019, સોમવાર
કમાન્ડ લાઇનમાં સૌથી સીનિયર હોવા છતાં નૌકા દળના આગામી વડા તરીકે કેમ અવગણના કરવામાં આવી હતી તે જાણવા આંદામાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર ઇન ચીફ વાઇસ એડમિરલ બિમલ વર્માએ સશ્ત્ર સેનાના ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી.
સરકારે ગયા મહિને વાઇસ એડમિરલ કમરબીર સિંહને નિવૃત્ત થઇ રહેલા સુનિલ લાંબાની જગ્યાએ નેવીના વડા તરીકે નિમવાની જાહેરાત કરી હતી. સરકારે આ પસંદગી મેરિટ આધારીત પધ્ધતીથી કરી હતી અને ઉપલબ્ધ સૌથી વરિષ્ઠ અધિકારી નિમવાની પરંપરાને તોડી હતી.
વાઇસ એડમિરલ વર્મા કરમબીર સિંહ કરતા પણ સિનીયર છે અને ટોચની જગ્યાના દાવેદારો પૈકીના એક હતા.સૂત્રોએ કહ્યું હતું કે સરકારે તેમની શા માટે તેમની સીનિરીટીની અવગણના કરી તે જાણવા માટે જ વાઇસ એડમિરલ વર્મા ટ્રિબ્યુનલ ગયા હતા. તેમની અરજી મંગળવારે હાથ ધરાય તેવી શક્યતા જણાય છે.
વર્મા ઉપરતાં આ પોસ્ટના અન્ય દાવેદારોમાં નેવી સ્ટાફના વાઇસ ચીફ વાઇસ એડમિરલ જી. અશોક કુમાર, વેસ્ટર્ન કમાન્ડના વાઇસ એડમિરલ અજીત કુમાર અને દક્ષિણ કમાન્ડના વાઇસ એડમિરલ અનીલ કુમાર ચાવલાનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૬માં લશ્કરના વડાની નિમણુંક કરતી વખતે સરકારે સૌથી વરિષ્ઠને નિમવાની પરંપરા પર અમલ કર્યો ન હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uV2wNO
via Latest Gujarati News
0 Comments