સવારે ઊંઘમાંથી જાગી ચહેરો સાફ કરો ત્યારે આ 3 વાતોનું રાખજો ધ્યાન


અમદાવાદ, 16 એપ્રિલ 2019, મંગળવાર

કેટલાક લોકોને આદત હોય છે પોતાનો ચહેરો વારંવાર પાણીથી સાફ કરવાની. પરંતુ દિવસની શરૂઆત સમયે એટલે કે ઊંઘમાંથી જાગી અને જ્યારે આપણે પહેલીવાર ચહેરો સાફ કરીએ છીએ ત્યારે થોડી તકેદારી રાખવી જોઈએ. વારંવાર ચહેરો ધોવા પાછળનું કારણ તો ગરમીથી મુક્તિ મેળવવા અને તાજગીનો અનુભવ કરવાનો હોય છે. પરંતુ સવારના સમયે ચહેરો સાફ કરતી વખતે જો ધ્યાન રાખવામાં ન આવે તો તેનાથી નુકસાન થઈ શકે છે. શું નુકસાન થઈ શકે છે ચાલો જણાવીએ તેમને.

સવારના સમયે ચહેરો સાફ કરવામાં આ વાતોનું રાખો ધ્યાન

1. સવારના સમયે ચહેરો સાફ કરો ત્યારે હાથથી ત્વચાને ઘસવી નહીં. આમ કરવાથી ત્વચાને નુકસાન થાય છે અને ખીલ, ફોલ્લી જેવી તકલીફ વધી શકે છે. 

2. શિયાળાના દિવસોમાં ગરમ પાણીથી ચહેરો ધોવાની ભુલ પણ ન કરવી. આમ કરવાથી ત્વચા રુક્ષ થઈ જાય છે. 

3. સવારના સમયે ચહેરા પર સાબુનો ઉપયોગ કરવો નહીં. આમ કરવાથી સાબુમાં રહેલા કેમિકલ્સ ત્વચાને નુકસાન પહોંચાડે છે. 

 



from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Dgq9VA
via Latest Gujarati News

Post a Comment

0 Comments