સ્વાદિષ્ટ હોવાથી સાથે સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ આ 'સ્પેશિયલ લસ્સી'


અમદાવાદ, 16 એપ્રિલ 2019, મંગળવાર

આપણે સૌ જાણીએ છીએ જ કે દાડમ સ્વાસ્થ્ય માટે સારું છે. દાડમ ખાવાથી શરીરમાં રક્ત વધે છે અને સાથે જ પાચનક્રિયા પણ સુધરે છે. આટલું જ નહીં દાડમ એવું ફળ છે જે અન્ય બીમારીઓથી પણ શરીરની રક્ષા કરે છે. આ ફળ લગભગ બારેમાસ મળે છે અને તેનો સ્વાદ તમે લીધો પણ હશે. પરંતુ હાલ જ્યારે ઉનાળાના ગરમ ગરમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે ચાલો તમને પણ દાડમ ખાવાની અલગ જ રીત જણાવીએ. 

ઉનાળામાં ઠંડી ઠંડી લસ્સીનો સ્વાદ તો તમે માણ્યો જ હશે ? પણ આ લસ્સીને સ્વાથ્યવર્ધક બનાવવી હોય તો તેના માટે તેમાં દાડમ ઉમેરી અને દાડમ લસ્સી ટ્રાય કરી શકાય છે. લસ્સીનો આ નવો ટેસ્ટ તમને ભાવશે અને શરીરને લાભ પણ થશે. 

લસ્સી બનાવવાની રીત

સૌથી પહેલા દાડમના દાણાને કાઢી તેને મિક્સરમાં પીસી લેવા. ત્યારબાદ તેને ગાળી લેવું અને તેમાં જરૂર અનુસાર દહીં, ખાંડ અને બરફ ઉમેરી ફરી એકવાર મિક્સરમાં પીસી લેવું. તૈયાર છે તમારી દાડમ લસ્સી તેને ગ્લાસમાં કાઢી અને ઠંડી ઠંડી સર્વ કરી ઉનાળાની ગરમીને કહી દો અલવિદા.





from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v5YjHh
via Latest Gujarati News

Post a Comment

0 Comments