મુંબઈ, તા. 13 એપ્રિલ, 2019, શનિવાર
પમી એપ્રિલના પૂરા થયેલા સપ્તાહમાં દેશનું ફોરેકસ રિઝર્વ ૧.૮૭ અબજ ડોલર વધીને ૪૧૩.૭૮અબજ ડોલરની સપાટીએ પહોંચ્યું છે. આ અગાઉના સપ્તાહમાં રિઝર્વ બેન્ક દ્વારા ડોલર-રૂપિયાના વિનિમયની મોટી કવાયતને કારણે ફોરેકસ રિઝર્વ ૫.૨૩ અબજ ડોલર વધીને ૪૧૧.૯૦ અબજ ડોલર રહ્યું હતું. ફોરેકસ રિઝર્વ સતત વધી રહ્યું છે.
પાંચમી એપ્રિલના પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટસમાં ૨.૦૬ અબજ ડોલરનો વધારો થયો છે. દેશનું ગોલ્ડ રિઝર્વ ૨૩.૪૦ અબજ ડોલરની સપાટી પર જોવા મળી રહ્યું છે.
૨૦૧૮ના ૧૩ એપ્રિલના પૂરા થયેલા સપ્તાહમાં દેશનું ફોરેકસ રિઝર્વ ૪૨૬.૦૨ અબજ ડોલરની સપાટી સાથે અત્યારસુધીનું ઓલટાઈમ હાઈ રહ્યું છે. જોકે ત્યાર બાદ ડોલર સામે રૂપિયામાં આવેલી નબળાઈને કારણે આરબીઆઈએ મની માર્કેટમાં દરમિયાનગીરી કરવી પડી હતી અને રૂપિયાના ઘસારાને અટકાવવા ડોલર વેચવાની ફરજ પડી હતી.
સ્થિતિ ફરી બદલાઈ છે અને વિદેશી ભંડોળના ઈન્ફલોઝને પરિણામે રૂપિયામાં મજબૂતાઈ જોવા મળી રહી છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Dceszo
via Latest Gujarati News
0 Comments