ફ્રાન્સના ઐતિહાસિક નોટ્રે ડેમ કેથેડ્રલના પુનનિર્માણ માટે માત્ર 48 કલાકમાં 70 કરોડ ડોલરનુ દાન

નવી દિલ્હી, તા. 17. એપ્રિલ 2019 બુધવાર

ફ્રાન્સના પેરીસમાં આવેલા ૮૫૦ વર્ષ જુના કેથેડ્રલ નોટ્રે ડેમમાં ભીષણ આગ લાગી હતી. જેને પગલે ઇમારતને ભારે નુકસાન પહોંચ્યું છે.

એ પછી ચર્ચને પહેલા જેવુ જ સ્વરુપ આપવા માટે દાનનો ધોધ વરસી રહયો છે.ચર્ચના પુન નિર્માણ માટે માત્ર 48 જ કલાકમાં 70 કરોડ ડોલર ભેગા થઈ ગયા છે.જેમાંથી 56.65 કરોડ ડોલર તો ફ્રાન્ચના ટોચના ત્રણ ઉદ્યોગગૃહો એવીએમએચ ગ્રુપ, કેરિંગ અને લોિરાયલે આપ્યુ છે.આ ઉપરાંત ફ્રાન્સની ગેસ અને ઓઈલ કંપની ટોટલ દ્વારા 11.3 કરોડ ડોલરનુ દાન આપવાનો વાયદો કરાયો છે.

મીડિયા અહેવાલો અનુસાર આ ગીરજાઘરમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યુ હતું જેને પગલે આ આગ લાગી હોવાની શક્યતાઓ છે. હાલ સમગ્ર મામલે તપાસ જારી છે અને આગ કાબુમાં લેવાઇ રહી છે હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું. 

ગયા વર્ષે જ આ ગીરજાઘર તુટી રહ્યું હતું જેને પગલે તેને બચાવવા માટે રિનોવેશન માટે ફંડ એકઠુ કરવાની કામગીરી અહીંના કેથોલિક ચર્ચે શરૃ કરી દીધી હતી. જે બાદ અહીં રિનોવેશનનું કામ પણ શરૃ થઇ ગયું હતું, જોકે અચાનક આગ લાગતા સમગ્ર ઇમારતમાં તે ફેલાઇ ગઇ હતી અને આકાશમાં ઉચે સુધી તેના ધુમાડા જોવા મળ્યા હતા.

આગ લાગવાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું પણ એવા અહેવાલો છે કે રિનોવેશન માટે જે મટિરિયલ વાપરવામાં આવી રહ્યું હતું તેને કારણે જ આગ વધુ ફેલાઇ હતી. આ ઇમારત ૮૫૦ વર્ષથી પણ જુની છે અને તેની ઉંચાઇ ૨૪ ફૂટ છે. જેને પગલે આખી ઇમારતમાં આગ ફેલાઇ નહીં તેથી ઇમર્જન્સીના ભાગરુપે મોટુ ઓપરેશન જારી કરાયું હતું. વર્ષો જુની આ ઇમારતનું ધાર્મિક અને આર્કિટેકની દ્રષ્ટીએ પણ ઘણુ મહત્વ છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પણ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.

ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોંએ ચર્ચને ફરી બનાવવાનુ વચન આપ્યુ છે.તેમણે કહ્યુ હતુ કે, મારી સંવેદના ફ્રાન્સના તમામ લોકો સાથે છે જેઓ આ દુર્ઘટનાથી દુખી થયા છે.મને જોઈને તકલીફ થઈ રહી છે કે, આપણી એક વિરાસતનો હિસ્સો સળગી રહ્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XkMwRE
via Latest Gujarati News

Post a Comment

0 Comments