ઈમરાનના નિવેદન પાછળ કોંગ્રેસનો હાથ હોઈ શકે છે


નવી દિલ્હી તા.17 એપ્રિલ 2019 બુધવાર

કેન્દ્રના સંરક્ષણ પ્રધાન સીતારમણે કહ્યું હતું કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને તાજેતરમાં કરેલા નિવેદન પાછળ કોંગ્રેસનો હાથ હોઇ શકે છે.

કોંગ્રેસના નેતાઓ અવારનવાર પાકિસ્તાનની મુલાકાત લઇને નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં હરાવવા માટે ત્યાંના નેતાઓની મદદ માગે છે. ઈમરાન ખાનનું નિવેદન એવી કોઇ મુલાકાતનું પરિણામ હોઇ શકે છે એમ સીતારમણે કહ્યું હતું.

ગયા સપ્તાહે ઇમરાન ખાને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી જીતે તો કશ્મીર મુદ્દે સકારાત્મક વાટાઘાટો શક્ય બનશે. તરત કોંગ્રેસે આ નિવેદન પાછળ ભાજપનો હાથ હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસે કહ્યું હતું કે મોદીને મત આપવો એ પાકિસ્તાનને મત આપવા બરાબર છે. એ સંદર્ભમાં સીતારમણ બોલી રહ્યાં હતાં.

પાકિસ્તાનમાં વિપક્ષોએ ઇમરાન ખાનના આ નિવેદનની આકરી ઝાટકણી કાઢી ત્યારે ત્યાંના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરૈશીએ એવો દાવો કર્યો હતો કે વડા પ્રધાનના નિવેદનને મારી મચડીને મીડિયાએ રજૂ કર્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IqVUzJ
via Latest Gujarati News

Post a Comment

0 Comments