નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 2019 બુધવાર
સમાજવાદી પક્ષના બેફામ બોલનારા નેતા આઝમ ખાનને ચૂ્ંટણી પંચે વધુ એક કારણદર્શક નોટિસ આપી હતી. અત્યાર અગાઉ એમના પર ચૂંટણી પંચે 72 કલાકનો પ્રચાર પ્રતિબંધ લાદ્યો હતો. હવે આ બીજી નોટિસ આપી છે.
આઝમ ખાને અભિનેત્રી કમ પોલિટિશ્યન જયા પ્રદા વિશે એલફેલ નિવેદન કરેલું એના પગલે ચૂંટણી પંચે એમના પર 72 કલાકનો પ્રચાર પ્રતિબંધ લાદ્યો હતો. એ ઓછું હોય તેમ ફરી એકવાર ચૂંટણી પંચે એમને 24 કલાકની મુદત આપીને એક કારણ દર્શક નોટિસ મોકલી હતી કે તમારી સામે કાયદેસર પગલાં કેમ ન લેવાં.
આઝમ ખાને એક પ્રસંગે એવો આક્ષેપ કર્યો હતો કે ફાસીવાદી લોકો (અર્થાત્ ભાજપના નેતાઓ ) મારી હત્યા કરવા માગે છે. ચૂંટણી પંચે આ નિવેદન અંગે આઝમ ખાનનો ખુલાસો માગ્યો હતો અને નવેસર કારણદર્શક નોટિસ મોકલી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vatH7D
via Latest Gujarati News
0 Comments