તેલંગાણામાં રિક્શા દ્વારા EVM લઈ જવાયુ


હૈદરાબાદ તા. 17 એપ્રિલ 2019 બુધવાર

તેલંગાણાના જગતિયાલ વિસ્તારમાં ઓટો રિક્શા દ્વારા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન લઇ જવાય છે એવી એક વીડિયો ક્લીપ સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં રાજકીય વર્તુળોમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ હતી અને EVMના ગેરઉપયોગની વાતો વહેતી થઇ હતી.

જોકે હોબાળો વધી જાય એ પહેલાં વડા ચૂંટણી કમિશનર રજત કુમારે ખુલાસો કર્યો હતો કે જે મશીનો રિક્શામાં લઇ જવાતાં હતાં એ મતદાન માટેનાં નહોતાં પરંતુ ચૂંટણી પંચના કર્મચારીઓને તાલીમ આપવા માટેના શૈક્ષણિક મશીન હતાં. મતદાન માટેના મશીન અલગ હોય છે. આ માત્ર ડેમોન્સ્ટ્રેશન પૂરતાં મશીન હતાં. જો કે રાજકીય પક્ષો અને નેતાઓએ હો હા કરવાનું ચાલુ રાખ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ph3Ofn
via Latest Gujarati News

Post a Comment

0 Comments