રાયપુર, તા. 18 એપ્રિલ 2019 ગુરુવાર
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત દંતેવાડા જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં બે નક્સલી માર્યા ગયા. દંતેવાડા જિલ્લાના પોલીસ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યુ કે જિલ્લાના કુવાકોંડા થાણા વિસ્તારના ધનિકરકા અને દુવાલીકરકાના જંગલોમાં થયેલી અથડામણમાં પોલીસે બે નક્સલીઓને ઠાર માર્યા.
અધિકારીઓએ જણાવ્યુ કે કુવાકોંડા થાણા વિસ્તારમાં ડીઆરજી અને જિલ્લા દળના સંયુક્ત દળના પેટ્રોલિંગ દરમિયાન જ્યારે ધનિકરકા અને દુવાલીકરકાના જંગલોમાં હતા ત્યારે નક્સલીઓએ પોલીસ પર ગોળીબારી શરૂ કરી. જે બાદ પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી.
થોડા સમય સુધી બંને તરફથી ગોળીબારી બાદ નક્સલી ત્યાંથી ભાગી ગયા. જે બાદ પોલીસ દળે ઘટનાસ્થળે તપાસ કરી. ઘટનાસ્થળથી મલાંગિર એરિયા કમેટીના સભ્ય વર્ગીસ અને એક નક્સલીનો મૃતદેહ મળ્યો છે. આ સિવાય ઘટનાસ્થળેથી એક ભરમાર બંદૂક અને એક 315 બોર બંદૂક જપ્ત કરવામાં આવી છે. અથડામણમાં એક નક્સલી ઈજાગ્રસ્ત થયા છે.
રાજ્યના નક્સલ વિરોધી અભિયાનના ડાયરેક્ટર ગિરધારી નાયકે જણાવ્યુ કે અથડામણમાં માર્યા ગયેલા નક્સલી વર્ગીસ પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતુ અને તે બારૂદી સુરંગ લગાવવામાં માહિર હતા. નાયકે જણાવ્યુ કે વર્ગીસના નવ એપ્રિલને કુવાકોંડા થાણા વિસ્તારમાં બારૂદી સુરંગ વિસ્ફોટની ઘટનામાં સામેલ થવાની માહિતી છે. આ ઘટનામાં દંતેવાડા ધારાસભ્ય ભીમા મંડાવી અને ચાર અન્ય પોલીસ કર્મીઓના મોત થયા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VQtlyI
via Latest Gujarati News
0 Comments