સાવ મામૂલી અકસ્માતમાં મેં સૂંંઘવાની શક્તિ ગુમાવી : અભિનેત્રી રોઝ મેકગોવન


લોસ એંજલ્સ તા.18 એપ્રિલ 2019, ગુરુવાર

હોલિવૂડની મોખરાની અભિનેત્રી રોઝ મેકગોવને કહ્યુ ંહતું કે એક સાવ મામુુલી કહેવાય એવા અકસ્માતમાં મેં સૂંઘવાની શક્તિ ગુમાવી દીધી હતી.

'યસ, સાવ નગણ્ય અકસ્માતમાં મેં સુગંધની શક્તિ ગુમાવી દીધી. પરંતુ મારી સ્વાદેન્દ્રીય ખૂબ પાવરફૂલ છે...હાર્વર્ડ યુનિવર્સિટીમાં મેં કેટલાક ટેસ્ટ આપ્યા હતા. નાક છે પરંતુ સૂંઘવાની શક્તિ નથી. માત્ર શ્વાસોચ્છવાસ પૂરતું નાક કામ કરે છે. પરંતુ બીજી બાજુ મારી સ્વાદેન્દ્રીય  જબરદસ્ત પાવરફૂલ છે' એમ રોઝે કહ્યું હતું. 

આ અકસ્માત વિશે બોલતાં એણે એેવી માહિતી આપી હતી કે લોસ એંજલ્સમાં વેલેટ પાર્કિંગમાં મૂકાઇ રહેલી એક કારનો દરવાજો મારા માથા પર અથડાયો અને કોણ જાણે શું થયું, એ ઘડીથી મારી સૂંઘવાની શક્તિ સદાને માટે અદ્રશ્ય થઇ ગઇ.

ઓફ્ફ મેનુ પોડકાસ્ટમાં રોઝ બોલી રહી હતી. એણે કહ્યું કે સૂંઘવાની શક્તિ ખતમ થઇ જવાથી ક્યારેક જોખમી વાતાવરણમાં મને ખ્યાલ આવતો નથી કે શું થઇ રહ્યું છે જેમ કે ગેસ લીક થાય તો મને જાણ થતી નથી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gt6Evl
via Latest Gujarati News

Post a Comment

0 Comments