કોહલીનો શીખ અવતાર ચાહકોમા મચાવી રહ્યો છે ધૂમ


નવી દિલ્હી,તા.18.એપ્રિલ 2019, ગુરુવાર

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના નવા લૂકની ક્રિકેટ ચાહકોમાં ચર્ચા થઈ રહી છે.

વિરાટ કોહલીએ માથા પર શીખ પાઘડી ધારણ કરેલો ફોટો ઈન્સ્ટાગ્રામ પર મુક્યો છે.જે ચાહકોને બહુ પસંદ આવી રહ્યો છે.કોહલીએ માથા પર ગુલાબી રંગની પાઘડી અને પટાણી સૂટ તથા હાથમાં કડુ પણ પહેર્યુ છે.

ફોટાની સાથે સાથે કોહલીએ સત શ્રી અકાલ પણ લખ્યુ છે.કોહલીના ઈન્સ્ટાગ્રામ સહિતના  લાખો પ્રશંસકો છે.આ ફોટો ગઈકાલે સાંજે મુક્યા બાદ અત્યાર સુધીમાં 21 લાખ લોકો આ ફોટાને લાઈક કરી ચુક્યા છે.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Dldtgj
via Latest Gujarati News

Post a Comment

0 Comments