નવી દિલ્હી, તા. 07 એપ્રિલ 2019, રવિવાર
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડૂના નેતૃત્વમાં 21 વિપક્ષી પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, લોકસભા ચૂંટણીના પરિણામમાં ભલે મોડું મંજુર છે પરંતુ 50% VVPAT ચીઠ્ઠીઓ સરખાવવામાં આવે. તેમનું કહેવું છે કે ચૂંટણીપંચને દાવો છે કે, 13.5 લાખ EVM મશીનોનો ઉપયોગ ચૂંટણીમાં થશે.
મતદાતાઓ વચ્ચે વોટિંગ મશિનની ગરિમા જાળવી રાખવા માટે VVPATની સરખામણી થવી જોઇએ. આ જવાબ ચૂંટણી પંચના તે સોગંદનામાં બાદ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, ચીઠ્ઠીઓની સરખામણી કરવાથી ચૂંટણી પરિણામમાં 5.2 દિવસનું મોડું થશે.
ચૂંટણીપંચના સોગંદનામા પર વિપક્ષીનેતાઓએ કહ્યું કે, જો ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતાને જાળવી રાખવાની દ્રષ્ટિએ જોવામાં આવે તો જાહેર થનારા પરિણામમાં 5.2 દિવસનું મોડું કોઇ ગંભીર નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Kh4T8r
via Latest Gujarati News
0 Comments