
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 15 એપ્રિલ 2019 સોમવાર
લોકસભાની ચૂંટણી અગાઉ શંકાસ્પદ વાહનોની તપાસણી કરવામાં આવી રહી છે. ત્યારે તાડદેવમાં એક કારમાંથી અંદાજે ૫૦ લાખ રૂપિયા મળી આવ્યા હતા. આ મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં વિવિધ સ્થળે રોકડ રકમ જપ્ત કરવાના કેસ વધી ગયા છે.
તાડદેવ સર્કલ નજીક ચૂંટણી પંચના અધિકારીઓએ કારની તપાસ કરી હતી. ત્યારે કારમાં પ્રશાંત પાસેથી ૫૦ લાખ રૂપિયા મળી આવ્યા હતા. આ બાબતની ઇન્કમટેક્સ વિભાગને જાણ કરવામાં આવી હતી.
આ શખસની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી છે. તે આ રકમ ક્યાંથી લાવ્યો હતો અને ક્યા લઈ જઈ રહ્યો હતો એની પણ તપાસ થઈ રહી છે.
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરમાં ઠેરઠેર પોલીસ નાકાબંધી કરી રહી છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે પોલીસ સતર્ક બની ગઈ છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UjfcbF
via Latest Gujarati News
0 Comments