50 વર્ષ પહેલા ચંદ્ર પર મુકેલા માનવ 'મળ' ભરેલા થેલા પરત લાવશે નાસા ! જાણો કારણ


વોશિંગટન, 18 એપ્રિલ 2019, ગુરુવાર

50 વર્ષ પહેલા જ્યારે ચંદ્ર પર વૈજ્ઞાનિકો ગયા હતા ત્યારે પોતાની સિદ્ધિની સાબિતી તરીકે ચંદ્ર પર કેટલીક વસ્તુઓ રાખી હતી. જેમકે નીલ આર્મ્સ્ટ્રોંગના પગના નિશાન, અમેરિકી ધ્વજ વગેરે. જો કે આ વસ્તુઓ સાથે વૈજ્ઞાનિકો માનવ મળ પણ ચંદ્ર પર મુકી આવ્યા હતા ! માનવ મળ ભરેલા અંદાજે 96 થેલા ચંદ્ર પર રાખવામાં આવ્યા હતા. જ્યારે હવે વૈજ્ઞાનિક આ બેગ્સ ચંદ્ર પરથી પરત લાવી તેના પર સંશોધન કરવાનું વિચારી રહ્યા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સંશોધન પરથી તેઓ ચંદ્ર પર જીવનની શક્યતાઓ વિશે જાણી શકશે. 

ચંદ્ર પર 12 વૈજ્ઞાનિકોને મોકલવામાં આવ્યા હતા. આ વૈજ્ઞાનિકો ત્યાં 96 બેગ મુકીને આવ્યા હતા. આ બેગ્સમાં મળ, મૂત્ર અને અન્ય અપશિષ્ટ પદાર્થો ભરેલા હતા. જો કે આ સિવાય નાસાએ વૈજ્ઞાનિકો માટે પુરતી વ્યવસ્થા કરી હતી જેથી ચંદ્ર પર કચરો ન ફેલાય. 

આ અંગે જણાવ્યાનુસાર અંતરિક્ષમાં વૈજ્ઞાનિકોને નિશ્ચિત વજન સાથે મોકલવામાં આવે છે અને તે વજન સાથે જ તે પરત ફરે છે. તેથી વૈજ્ઞાનિકોને મજબૂરીમાં પોતાના અપશિષ્ટ પદાર્થોને તે સમયે ત્યાં મુકવા પડ્યા હતા. જો કે સત્તા સંભાળ્યા બાદ ટ્રંપએ સૌથી પહેલા આ બેગ્સ પરત લાવવા અને ચંદ્ર પર જીવનની શક્યતાઓ પર સંશોધન કરવાના કાર્યક્રમની સમય મર્યાદા નક્કી કરી દીધી હતી. હવે વૈજ્ઞાનિકો ચંદ્ર પર જઈ આ બેગ્સ પરત લાવશે અને તેમાં રહેલા બેક્ટેરિયા અંગે અને અન્ય બાબતો પર સંશોધન હાથ ધરશે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DioJKA
via Latest Gujarati News

Post a Comment

0 Comments