
નવી દિલ્હી, 18 એપ્રિલ 2019, ગુરુવાર
ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન તો દેશમાં જોરશોરથી મળ્યું રહ્યું છે પરંતુ તેની સાથે જ સાઈબર ક્રાઈમમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે ઓનલાઈન ફ્રોડની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ગત ત્રણ વર્ષની વાત કરીએ તો દેશભરમાં સાઈબર ક્રાઈમની અંદાજે 1,44,500 ઘટનાઓ બની હતી. આવા સમયે લોકોએ ઓનલાઈન ટ્રાંઝેકશન તેમજ શોપિંગ કરતી વખતે સાવધાન રહેવું જરૂરી છે.
આજકાલ સમયના અભાવ અને ભાગદોડના કારણે મોટાભાગના લોકો પોતાના રોકડ વ્યવહારો ઓનલાઈન કરવા લાગ્યા છે. સમય બચાવવાની ઉતાવળ ક્યારેય વ્યક્તિને છેતરપિંડીનો શિકાર બનાવી શકે છે. આવું તમારી સાથે ન થાય તે માટે નીચે દર્શાવેલી સાવધાની ઓનલાઈન ટ્રાંઝેકશન સમયે દરેક વ્યક્તિએ રાખવી જોઈએ.
- ડિજિટલ પેમેન્ટ કરવા માટે ક્યારેય સાઈબર કેફે કે ફ્રી વાઈફાઈનો ઉપયોગ ન કરવો. કોઈપણ કામ કરતા પહેલા જાણી લેવું કે તમારું ઈંટરનેટ સુરક્ષિત હોય.
- તમે જેને પેમેન્ટ કરો છો તેની વેબસાઈટ આધિકારિક છે કે નહીં તે ખાસ ચકાસવું.
- પેમેન્ટ કરતાં પહેલા વેબ એડ્રેસ અને વેબસાઈટને ચકાસી લેવી. જે વેબસાઈટની શરૂઆત https:થી થતી હોય તે જ યોગ્ય હોય છે. અહીં s વેબસાઈટને સુરક્ષિત બનાવે છે.
- જો ઓફિસથી પેમેન્ટનું કામ કરો તો કામ પૂર્ણ થયા બાદ સિસ્ટમને લોગ ઓફ કરી દેવી. આ ઉપરાંત સિસ્ટમની હિસ્ટ્રી પણ ડિલીટ કરવી.
- મોબાઈલ નંબર બેન્ક અકાઉન્ટ સાથે કનેક્ટ રાખવો અને બેન્ક તરફથી આવતા તમામ મેસેજ તકેદારી સાથે વાંચવા.
- ઓનલાઈન બેકિંગ માટે સ્ટ્રોંગ પાસવર્ડ સેટ કરવો. પાસવર્ડ 8 અંકથી નાનો ન હોવો જોઈએ.
- ટ્રાંઝેકશન કરો ત્યારે ડિટેલ સેવનો વિકલ્પ આવે છે તેમાં no સિલેક્ટ કરવું.
- ઈમેલ અને એસએમએસમાં ઈનામ મળ્યાની સૂચના આવે છે. આવા મેસેજના જવાબ આપવા નહીં.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Xm0YbZ
via Latest Gujarati News
0 Comments