ધરતીની સપાટીનું વધી રહ્યું છે તાપમાન, નાસાએ કરી પુષ્ટિ


વોશિંગટન, 18 એપ્રિલ 2019, ગુરુવાર

નાસાએ એક અધ્યયન દરમિયાન જાણ્યું છે કે છેલ્લા 15 વર્ષમાં પૃથ્વીની સપાટીનું તાપમાન સતત વધી રહ્યું છે. આ અધ્યયન કરનાર નિષ્ણાંતોએ 2003થી 2007 સુધીમાં ઉપગ્રહ આધારિત ઈન્ફ્રારેડ મેજરમેન્ટ સિસ્ટમ એઆઈઆરએસના માધ્યથી ધરતીના તાપમાનનો અંદાજ મેળવ્યો છે. 

અધ્યયન કરનાર ટીમએ આ આંકડાને ગોડાઈ ઈંસ્ટીટ્યૂટ ફોર સ્પેસ સ્ટડીઝ સરફેસ ટેમ્પરેચર એનાલિસિસ સાથે મેળવ્યું છે. ત્યારબાદ તેને પ્રકાશિત પણ કરી દેવાયું છે. આ અધ્યયનમાં છેલ્લા 15 વર્ષમાં એકઠા કરેલા બંને ડેટા વચ્ચે ઘણી સમાનતાઓ જોવા મળી. 

અમેરિકામાં નાસાના ગોડાઈ સ્પેસ ફ્લાઈટ સેંટરના જોએલ સુસકિંડએ જણાવ્યું હતું કે એઆઈઆરએસ ડેટાએ જીઆઈએસટીઈએમપી માટે પૂરક રહ્યું કારણ કે જીઆઈએસટીઈએમપીની સરખામણીમાં તેનું પ્રમાણ વધારે હતુ અને તેણે સમગ્ર પૃથ્વીને આવરી લીધી હતી. આ ડેટા પરથી જાણવા મળ્યું કે ધરતીની સપાટી આ અવધિમાં ગરમ થઈ અને તેમાં સૌથી વધારે ગરમ વર્ષ 2016, 2017 અને 2015 રહ્યા હતા. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v9c1cq
via Latest Gujarati News

Post a Comment

0 Comments