વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડવા 50 ખેડુતો પહોંચ્યા વારાણસી


નવી દિલ્હી, તા. 28 એપ્રિલ 2019, રવિવાર

ઉનાળાની ગરમીની સાથે-સાથે લોકસભાની ચૂંટણીને લઇને રાજકિય ગરમાવો વધી રહ્યો છે ત્યારે નિઝામાબાદના 50 ખેડુતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવા વારાણસી પહોંચ્યા છે. આ ખેડુતો હાલની મોદી સરકાર તેમજ UPA સરકારથી નારાજ છે.

હળદર પકાવતા ખેડુતોનું કહેવું છે કે, અમારા પ્રશ્નો ના તો વર્તમાન ભાજપ સરકાર સાંભળે છે અને ના તો UPA સરકાર, તેમણે કહ્યું, તેઓ કોઈનો વિરોધ નથી કરી રહ્યાં કે ના તો કોઈના વિરુદ્ધ પ્રચાર પણ નથી કરી રહ્યાં. પરંતુ તેના માધ્યમથી અમારી સમસ્યાઓ તરફ ધ્યાન ખેંચવા માગં છે.

એક ખેડુતે કહ્યું કે, અમે અમારી સમસ્યાઓને ઉજાગર કરવા માંગીએ છીએ. અમારી માંગ છે કે હળદર પકવતા ખેડૂતો માટે અલગ બોર્ડનું નિર્માણ કરવામાં આવે અને હળદરના ન્યૂનતમ ટેકાના ભાવ 15 હજાર રૂ. પ્રતિ ક્વિંટલ રાખવામાં આવે. તેમણે વધુમાં કહ્યું, છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી દુષ્કાળની સ્થિતિ અને ટેકાના ભાવમાં ઘટાડાના કારણે દેશભરમાં હળદર પકવતા ખેડૂતોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UGCRTH
via Latest Gujarati News

Post a Comment

0 Comments