નવી દિલ્હી, તા. 28 એપ્રિલ 2019, રવિવાર
લોકસભાની ચૂંટણી 2019માં ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે, પરંતુ રાજકિય નફા-નુંકસાન જોતા રાજકિય દળો પોતાના એજન્ડા બદલી રહ્યાં છે. ભાજપ ભલે પોતાની રેલીઓમાં કહેતું હોય કે, વિપક્ષી દળોમાં એકતાનો અભાવ છે અને NDA સંગઠિત છે, પરંતુ આ દાવો મધ્યપ્રદેશમાં ખોટો પડતો જણાય રહ્યો છે.
મહારાષ્ટ્રમાં NDAનો હિસ્સો રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા(એ)એ મધ્યપ્રદેશમાં ભાજપના ઉમેદવાર સામે પોતાના ઉમેદવાર ઊભા કર્યાં છે. રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા(એ)ના અધ્યક્ષ અને મોદી સરકારમાં કેબિનેટમાં મંત્રી રામદાસ આઠવલેએ જાહેરાત કરી છે કે, તેમની પાર્ટી મધ્યપ્રદેશની 5 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.
તેમણે મધ્યપ્રદેશમાં પોતાની પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત કરતા કહ્યું કે, તેમનો ભાજપ સાથે કોઇ ઝઘડો નથી. મધ્યપ્રદેશમાં ભાજપ સાથે ગઠબંધન નહી થયું હોવાને કારણે તેમણે પાંચ ઉમેદવાર ઉતાર્યાં છે. તેમણે કહ્યું મધ્યપ્રદેશની બાકીની 24 સીટો પર ભાજપના ઉમેદવારનું સમર્થન કરશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LapR9q
via Latest Gujarati News
0 Comments