માત્ર આ એક રાજ્યમાંથી જ 524 કરોડનું ડ્રગ્સ અને 742 કરોડની રોકડ જપ્ત કરાઈ

નવી દિલ્હી, તા. 25 એપ્રિલ 2019 ગુરુવાર

આદર્શ આચાર સંહિતા લાગુ હોવાના કારણે તેના ઉલ્લંઘનના મામલે ચૂંટણી પંચ મોટી કાર્યવાહી કરી રહ્યુ છે. પંચે અત્યાર સુધી 3152 કરોડ રૂપિયાની રોકડ, ગેરકાયદેસર દારૂ, ડ્રગ્સ અને અન્ય સામાન જપ્ત કર્યો છે.

ચૂંટણી પંચ અનુસાર 24 એપ્રિલે તેમણે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે કાર્યવાહી કરી છે. જેમાં 742 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. આ સાથે જ પંચ દ્વારા જપ્ત કરવામાં આવેલી વસ્તુમાં ડ્રગ્સની કિંમત સૌથી વધારે છે. જેનું મૂલ્ય લગભગ 1180 કરોડ રૂપિયા છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં થયેલી લોકસભા ચૂંટણી દરમિયાન પંચ તરફથી જેટલા મૂલ્યની સામગ્રી અને કેશ જપ્ત કરવામાં આવ્યા હતા. આ આંકડો તેના કરતા પણ વધારે છે.

ચૂંટણી પંચ અનુસાર માત્ર ગુજરાતમાં જ 524 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે અને કુલ 1180.795 કરોડ રૂપિયાની સાથે તે સૌથી આગળ છે. તમિલનાડુમાં સૌથી વધારે રોકડ 214.95 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. કુલ જપ્તી મામલે આ દક્ષિણ ભારતીય રાજ્ય સૌથી આગળ છે. ત્યાંથી કુલ 935.74 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.

ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, 24 એપ્રિલ સુધી કરવામાં આવેલા દરોડામાં 742.28 કરોડ રોકડ, 1180.79 કરોડ રૂપિયાનુ ડ્રગ્સ, 238.878 કરોડ રૂપિયાનો દારૂ, 942.953 કરોડ રૂપિયાની મોંઘી ધાતુઓ અને 47.637 કરોડ રૂપિયાની અન્ય વસ્તુઓ સામેલ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XLthkl
via Latest Gujarati News

Post a Comment

0 Comments