કાઠમંડૂ, તા. 24 એપ્રિલ 2019, બુધવાર
નેપાળ સહિત ઉત્તરપ્રદેશના અનેક વિસ્તારોમાં બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી અને ભૂકંપનું કેન્દ્ર નેપાળના ધાદિંગ જિલ્લાના નૌબત ખાતે નોંધાયું હતું. હાલ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનની કોઇ ખબર નથી.
નેપાળના નેશનલ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર સવારે 6:20 વાગ્યે પહેલો આંચકો આવ્યો જેની તીવ્રતા 5.2 હતી. એ પછી 6:40 વાગ્યે બીજો આંચકો આવ્યો જેની તીવ્રતા 4.8 નોંધવામાં આવી. નેપાળમાં આવેલા ભૂંકપના આંચકાની અસર ઉત્તર ભારતના કેટલાંય વિસ્તારોમાં અનુભવાઇ હતી.
અગાઉ રાતે લગભગ પોણા બે વાગ્યે અરુણચલ પ્રદેશમાં પણ ભૂકંપના આંચકા આવ્યાં હતાં જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 હતી અને ભૂકંપનું કેન્દ્ર અરુણાચલ પ્રદેશનું પશ્ચિમ સિયાંગ હતું.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ITswl9
via Latest Gujarati News
0 Comments