US-ચાઈના વેપાર યુદ્ધથી ખાદ્ય ઓઈલ, બેઝ મેટલ અને કપાસના ભાવ ઘટવાની ધારણા

નવી દિલ્હી,તા. 07  મે, 2019, મંગળવાર

ખાદ્ય ઓઈલ, બેસ મેટલ્સ અને કપાસના ભાવમાં ઘટાડો થવાનો અંદાજ છે. તેવું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતના કારણે થઈ શકે છે કે, ચીનથી અમેરિકા જનારો ૨૦૦ અબજ ડોલરના માલ-સામાન પર આયાત ટેક્સ આગામી અઠવાડિયાથી વધારીને ૨૫ ટકા જેટલો કરવામાં આવશે, જે હાલમાં ૧૦ ટકા છે.  બીજી તરફ આ પગાલાના કારણે ખાદ્ય ઓઈલ, બેઝ મેટલ અને કપાસના ભાવ ઘટવાની ધારણા છે

વિશ્લેષકોનું કહેવું છે કે, અમેરિકાના  ટેરીફ વૃધ્ધિના પગલાંથી ચીનના સોયાબીન, પામ ઓઈલ, કપાસ, લેડ, ઝિન્ક, અને એલ્યુમિનિયમની માંગ અમેરિકા માર્કેટમાં ઘટી શકે છે, જેણો લાભ ભારતીય કંપનીઓ લઈ શકે છે. 

ઔદ્યોગિક ધાતુઓ પર તેની નકારાત્મક અસર જોવા મળશે, કારણ કે આ જાહેરાતથી કેટલીક કોમોડિટીના આયાત ટેક્સમાં વધારો થશે તેમજ ચીનનો ઔદ્યોગિક વૃદ્ધિદર પણ ધીમો પડી જશે, જે ધાતુઓનો સૌથી મોટો ગ્રાહક છે. ઓસ્વાલે વધુમાં જણાવ્યું કે, ચીન અમેરિકાથી સોયાબીનની આયાત કરે છે. 

આ વ્યાપાર વાટાઘાટોમાં અવરોધોને કારણે સૌથી મોટા આયાતકાર પાસેથી આવનારી માંગમાં ઘટાડો થશે, જેણે કારણે કિંમતમાં પણ ઘટાડો થશે.

વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, કોમોડિટીના ભાવમાં નરમી આવી શકે છે. યુ.એસ-ચાઈના વચ્ચેના વેપાર યુદ્ધના કારણે બેસ મેટલ્સ અને એગ્રો કોમોડિટીની કિંમત પર વિપરીત અસર જોવા મળી શકે છે. 

ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલ જાહેરાત પછી એમસીએક્સ પર કોપર ૧.૨૦ ઘટીને પ્રતિ ૧૦ કિલોગ્રામે રૂ.૪૨૯.૧૦, એલ્યુમિનિયમ ૧.૪૦ ટકા ઘટીને ૧૦ કિલોગ્રામ દીઠ રૂ.૧૪૩.૧૦, ઝિન્ક ૧.૩૧ ટકા ઘટીને ૧૦ કિ.ગ્રા દીઠ રૂ.૨૧૭.૨૦, લેડ ૧.૮૭ ટકા ઘટીને ૧૦ કિ.ગ્રા દીઠ રૂ.૧૨૮.૫૦ અને નિકલ ૧.૬૦ ટકા ઘટીને ૧૦ કિ.ગ્રા દીઠ રૂ.૮૩૧.૫૦ની સપાટીએ આવી પહોંચ્યો હતો. 

એનસીડીએક્સ પર મે મહિનામાં ડિલિવરી સોયાબીન ૧.૪૦ ટકા ઘટીને પ્રતિ ક્વિન્ટલ રૂ.૩૫૫૬, મે મહિનાની ડિલિવરી કપાસ ૧.૬૨ ટકા ઘટીને ગાસંડી દીઠ(૧૭૦કિ.ગ્રા) રૂ.૨૧,૯૪૦, અને મે ડિલિવરી વાળા ક્ડ પામ ઓઈલ ૧ ટકા ઘટીને ૧૦ કિલોગ્રામદીઠ રૂ.૫૧૪ થઈ ગયો છે. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2POLWZR
via Latest Gujarati News

Post a Comment

0 Comments