સોનાના દાગીનામાં પરંપરાગત ખરીદી અપેક્ષાથી ઓછી : સિક્કા તથા લગડીમાં માંગ જોવા મળી

મુંબઈ, તા. 07  મે, 2019, મંગળવાર

મુંબઈ ઝવેરી બજારમાં આજે કિંમતી ધાતુઓના ભાવ નરમ રહ્યા હતા.   અખાત્રીજનો દિવસ છતાં બજારમાં આજે મોસમી માગ અપેક્ષાથી  ઓછી રહ્યાનું બજારે જણાવ્યું હતું.  વિશ્વ બજારના સમાચાર ઉછાળે વેચવાલી વચ્ચે સાંજે નરમાઈ બતાવતા હતા.  મુંબઈ કરન્સી બજારમાં જોકે આજે  રૂપિયા સામે  ડોલરના ભાવમાં  બેતરફી ચાલ જોવા મળી હતી.

વિશ્વ બજારમાં   ડોલર ઈન્ડેક્સ ઉંચો જતા સોનામાં વૈશ્વિક સ્તરે ફંડવાળા  ઉછાળે વેચવા આવ્યા હતા.  વિશ્વ બજારમાં   સોનાના ભાવ આજે  ઔંશના ઉંચામાં ૧૨૮૪.૧૦ ડોલર રહ્યા પછી નીચામાં  ભાવ સાંજે ૧૨૭૮.૫૦ થઈ  ૧૨૭૯.૨૦ ડોલર બોલાઈ રહ્યા હતા.  મુંબઈ ઝવેરી બજારમાં  સોનાના ભાવ  ૧૦ ગ્રામના જીએસટી વગર  ૯૯.૫૦ના રૂ.૩૧૫૦૮ વાળા રૂ.૩૧૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૩૧૬૩૫ વાળા ૩૧૬૨૭ બંધ હતા. જ્યારે  જીએસટી સાથેના ભાવ ૩ ટકા ઉંચા હતા.   

મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના  જીએસટી વગર રૂ.૩૬૯૪૫  વાળા રૂ.૩૬૮૯૪  બંધ રહ્યા પછી  સાંજે ભાવ રૂ.૩૬૯૦૦થી ૩૬૯૫૦ તથા જીએસટી સાથેના  ભાવ આ ભાવથી આશરે રૂ.૧૨૦૦ ઉંચા હતા.   વિશ્વ બજારમાં  સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ઉંચામાં ૧૪.૯૭ ડોલર રહ્યા પછી નીચામાં  ભાવ સાંજે  ૧૪.૮૨ થઈ ૧૪.૮૪થી ૧૪.૮૫ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ સાંજે  રૂ.૮૭૪.૫૦થી ૮૭૪.૬૦ ડોલર તથા પેલેડીયમનના ભાવ ૧૩૪૨.૦૫ ડોલર રહ્યા હતા.

દરમિયાન મુંબઈ ઝવેરી બજારના સૂત્રોના જણાવ્યા મુજબ આજે અખાત્રીજના દિવસે ખાસ કરીને સોનાના સિક્કા તથા સોનાની લગડીઓમાં  પરંપરાગત માગ  જોવા મળી હતી જ્યારે  તેની સરખામણીએ સોનાના દાગીનામાં માગ અપેક્ષાથી ઓછી હતી. 

દરમિયાન, ભારતમાં  એપ્રિલમાં   સોનાની આયાત  પાછલા વર્ષના  એપ્રિલની સરખામણીએ વધી બમણી થયાના વાવ વહેતા થયા હતા. દરમિયાન, અમેરિકાએ ચીનથી આયાત થતા માલો પર ટેરીફ વૃદ્ધીનો સંકેત આપ્યો હોવા છતાં ચીનના ટોચના પ્રતિનિધિઓ અમેરિકા જવાના છે તથા વોશિંગ્ટનમાં  ૯ તથા ૧૦ મેના રોજ મિટંગ કરવાના  છે એવા  સમાચાર વહેતા થતાં વિશ્વ બજારના ખેલાડીઓમાં અંજપો હળવો થઈ આશાવાદ જાગ્યાના સમાચાર હતા.

દરમિયાન ચીનની નબળાઈના  પગલે કોપર નરમ હતું. ન્યુયોર્ક  કોપર વાયદાના ભાવ સાંજે ૧.૪૦થી ૧.૪૫  ટકા માઈનસમાં  હતા. ક્રૂડતેલના  બેતરફી ચાલ દેખાઈ હતી. ન્યુયોર્કના   બેરલદીઠ ૬૧.૪૦થી ૬૧.૪૫  ડોલરવાળા ઉંચામાં ૬૨.૬૫થી  ૬૨.૭૦ ડોલર થયા પછી સાંજે ભાવ  ફરી નીચા ઉતરી ૬૧.૮૫થી ૬૧.૯૦  ડોલર હતા.   

બ્રેન્ટક્રૂડના ભાવ ૭૦.૫૦ ડોલરવાળા  ઉંચામાં ૭૧.૫૫   થી ૭૧.૬૦  થઈ સાંજે ભાવ   ૭૦.૬૦થી  ૭૦.૬૫  થઈ સાંજે ભાવ   ૭૦.૬૦થી  ૭૦.૬૫   ડોલર  હતા.  ચીન અને અમેરિકા  વચ્ચે હવે ૯તથા ૧૦ મેના યોજાનારી  મંત્રણાઓમાં કોઈ નિષ્કર્ષ  નહિં  નિકળેતો  આગળ ઉપર  ચીન દ્વારા પણ અમેરિકાના   માલો પર  ટેરીફ નિર્દેશો વહેતા થયા હતા.

દરમિયાન મુંબઈ કરન્સી બજારમાં આજે  ડોલરના ભાવ  રૂ.૬૯.૪૧ વાળા  ૬૯.૩૮  ખુલી રૂ.૬૯.૨૯ રહ્યા પછી ઉંચામાં  ૬૯.૪૭  રહી છેલ્લે  બંધ ૬૯.૪૩ રહ્યા હતા.   ડોલરના ભાવ આજે  બેપૈસા વધ્યા  હતા. જ્યારે બ્રિટીશ યુરોના ભાવ  બે પૈસા વધી   ૭૭.૭૪થી ૭૭.૭૫   હતા.  લંડન બજારમાં કોપરના ભાવ  ૩ મહિનાની ડિલીવરીના  ટનના ૬૧૬૯  ડોલર હતા. કોપરનો  સ્ટોક આજે  ૧૮૦૦ ટન  વધ્યો હતો. ઉપરાંત  એલ્યુ.નો   ૧૩૧૫૦ ટન  વધ્યોે હતો જ્યારે  અન્ય ઈન્ડસ્ટ્રીયલ ધાતુઓનો  સ્ટોક આજે ત્યાં માઈનસમાં  રહ્યાના સમાચાર હતા.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vJc8vF
via Latest Gujarati News

Post a Comment

0 Comments