મુંબઈ, તા. 07 મે, 2019, મંગળવાર
૨૩મી મે બાદ કેન્દ્રમાં રચાનારી નવી સરકારને કદાચ સુખદ આશ્ચર્ય થઈ શકે છે. આરબીઆઈના મૂડી માળખાનો અભ્યાસ કરી રહેલી બિમલ જાલન સમિતિ આરબીઆઈના રિઝર્વ્સમાં ઘટાડો કરવાની ભલામણ કરે તેવી શકયતા હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું.
રિઝર્વ બેન્ક કેટલું રિઝર્વ રાખી શકે તેને લઈને સરકાર અને આરબીઆઈ વચ્ચે વિવાદનો મુદ્દો રહ્યો છે. આ વિવાદને કારણે જ રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હોવાનું તે વેળાએ ચર્ચાતું હતું.
જાલન સમિતિની ભલામણ વિકાસ તથા નાણાંકીય કામકાજો વચ્ચે સમતુલા જળવાઈ રહે તેવા પ્રકારની ભલામણ કરશે. ૧૯૯૭ની એશિયન કટોકટી દરમિયાન અને ૨૦૦૮ની લેહમેન કટોકટી વખતે રિઝર્વ્સનો કેવી રીતે ઉપયોગ થયો હતો તે માર્ગો પર પણ સમિતિએ વિચારણા કરી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
જાલન સમિતિ આગામી મહિને પોતાનો રિપોર્ટ સોંપે તેવી વકી છે અને રિઝર્વ બેન્કના રિઝર્વમાંથી ચોક્કસ રકમ તબક્કાવાર રીતે સરકારને ટ્રાન્સફર કરવા ભલામણ કરવા ધારે છે.
કોઈપણ કેન્દ્રીય બેન્કે વધુમાં વધુ રિઝર્વ્સ કેટલું હોવું જોઈએ અને બાકીનું કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવું જોઈએ તે સર્વાનુમતે નક્કી કરવું રહ્યું. એકસાથે ટ્રાન્સફર કરવાથી ફુગાવાજન્ય સ્થિતિ ઊભી થઈ શકે છે, એમ પણ સુત્રોએ જણાવ્યું હતું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vIiAmr
via Latest Gujarati News
0 Comments