આવક-ખર્ચનું અંતર ઊંચુ રહેતા જીએસટીથી રાજ્યોની ખાધમાં ઘટાડો નહીં થાય

 સિંગાપોર, તા. 07  મે, 2019, મંગળવાર

ભારતમાં લાગુ કરાયેલી ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) પદ્ધતિથી તેના વિવિધ રાજ્યોની ખાધમાં ઘટાડો નહીં થાય. સામાજિક ખર્ચાઓ અને મૂડી ખર્ચને કારણે વધી રહેલા મોટા ખર્ચને  પરિણામે રાજ્યોની ખાધમાં ઘટાડો જોવાતો નથી, એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું. 

એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સના રિપોર્ટ પ્રમાણે, ભારતના રાજ્યો માટે સંસ્થાકીય માળખા ઊભરી રહ્યા છે, પરંતુ આવક-ખર્ચ વચ્ચે સતત અંતરને કારણે ખાધ જળવાઈ રહે છે. 

૨૦૧૭માં ભારતમાં લાગુ થયેલા જીએસટીથી  દેશના વેરા માળખામાં જોરદાર ફેરબદલ આવ્યો છે અને તેને કારણે વેરા સ્તરમાં વધારો થશે અને રાજ્ય સરકારોની આવકમાં વધારો કરાવશે. જો કે ઊંચા ખર્ચને કારણે રાજ્યોની જંગી ખાધ ચાલુ રહેશે. 

સામાજિક તથા મૂડી ખર્ચની વધી રહેલી આવશ્યકતાને કારણે રાજયો તેમના ખર્ચ પર કાપ મૂકી શકતા નથી, તેને કારણે આવક-ખર્ચ વચ્ચેનું અંતર વધતુ જાય છે. આ ઉપરાંત ભારતમાં પોલિસીના અમલ સરેરાશ કરતા નીચા રહ્યા છે.

ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી મેનેજમેન્ટ એકટમાં તાજેતરમાં કરાયેલા સુધારા એ એક નોંધનિય સિદ્ધિ છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ધારામાં સુધારા પ્રમાણે સરકારે જીડીપીથી દેવાનું પ્રમાણ ૬૦ ટકા સુધી સીમિત રાખશે જેમાં ૪૦ ટકા કેન્દ્રનું અને ૨૦ ટકા રાજ્યોનું રહેશે.

    



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PRzrg5
via Latest Gujarati News

Post a Comment

0 Comments